NavBharat
Business

વેદાંતા એલ્યુમિનિયમે પાવર અને ટ્રાન્સમિશન ઇન્ડસ્ટ્રી માટે એડવાન્સ્ડ વાયર રોડ્સની નવીરેન્જ લોન્ચ કરી

નવી રેન્જને ઓટોમોટિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો ઉપરાંત પાવર અને ટ્રાન્સમિશન
ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી.

ઇન્ડિયામાં સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદક વેદાંતા એલ્યુમિનિયમે
T4, AL59 અને 8xxx સિરીઝની અદ્યતન વાયર રોડ્સની નવી રેન્જ લોન્ચ કરી છે, જે ગ્લોબલ પાવર
અને ટ્રાન્સમિશન ક્ષેત્ર માટે ઉત્કૃષ્ટ ઉત્પાદન પ્રદાન કરવાનો નવો કિર્તિમાન સ્થાપિત કરે છે. કંપનીએ
નવી દિલ્હીમાં ચાલી રહેલા ‘કેબલ એન્ડ વાયર ફેર-૨૦૨૩’(CWF2023)ના ઉદ્ધાટન પ્રસંગે નવા
ઉત્પાદનો લોન્ચ કર્યા છે. ઉમદા કામગીરી પ્રદાન કરવા માટે બનાવવામાં આવેલ નવી રેન્જનું નિર્માણ
અત્યાધુનિક સતત કાસ્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ ઉત્પાદનો ઓટોમોટિવ,
બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈલેક્ટ્રોનિક્સમાં પણ ઉપયોગમાં લઇ શકાશે.
T4 એલોય રોડ ગ્રાહકોને લો-સૅગ, હાઇ સ્ટ્રેન્થ, હાઇ ડ્રો એબિલિટી અને ઇન્હેન્સ ડ્યુરેબિલિટીના લાભો
પ્રદાન કરે છે. આ ગુણધર્મો આને ઉચ્ચ-વોલ્ટેજ ટ્રાન્સમિશન ગ્રીડમાં અને ઓપ્ટિકલ ફાઈબર સંયુક્ત
ઓવરહેડ વાયરના ઉત્પાદનમાં ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. આ ગુણધર્મો આને લાંબા સમય સુધી
ચાલનારા કેબલ અને કંડક્ટરના ઉત્પાદનમાં આવશ્યક બનાવે છે. આ ઉપરાંત વાયર રોડ્સની 8xxx
સિરીઝનીઉમદા કાટરોધક ગુણધર્મો પ્રદાન કરે છે, જે આને બાંધકામ, પરિવહન અને સ્થાપત્ય ક્ષેત્રો માટે
ખૂબ મૂલ્યવાન બનાવે છે, જેને યોગ્યતા અને ટકાઉપણુંના સંપૂર્ણ સંતુલનની જરૂર છે.
વેદાંતા એલ્યુમિનિયમ ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ કંડક્ટર (EC)-ગ્રેડના વાયર રોડ્સની વિવિધ
રેન્જ
પણ પ્રદાન કરે છે, જેમાં 7.6mm, 9.5mm, 12mm, અને 15mm, તેમજ એલોય વાયર રોડ અને ફ્લિપ
કોઇલનો પણ સમાવેશ થાય છે. જેનું ઉત્પાદન વિશ્વની કેટલીક શ્રેષ્ઠ તકનીકોનો ઉપયોગ થકી કરવામાં
આવે છે. કોન્ટિનિયસ પ્રોપર્ઝી (ઇટલી) અને સાઉથવાયર (યુએસએ) જેવા ઉદ્યોગ લીડર્સ પાસેથી પ્રાપ્ત
થાય છે. રેસ્ટોરાં (ભારતનું પ્રથમ લો-કાર્બન, 'ગ્રીન' એલ્યુમિનિયમ), બીલેટ્સ, પ્રાઈમરી ફાઉન્ડ્રી એલોય
(PFA), સ્લેબ, ઈનગોટ્સ, રોલ્ડ પ્રોડક્ટ્સ, ફ્લિપ કોઈલ અને હોટનો સમાવેશ થાય છે.
આ લોન્ચિંગ પ્રસંગે વેદાંતા એલ્યુમિનિયમના સીઈઓ શ્રી જોન સ્લેવેને કહ્યું કે, “ઈલેક્ટ્રિકલ્સ ઇન્ડ્સ્ટ્રી
માટે મહત્વપૂર્ણ કાચા માલના રૂપમાંએલ્યુમિનિયમ વિશ્વસનીય અને સ્વચ્છ ઊર્જાની સુધી વૈશ્વિક પહોંચને
સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.વેદાંતા એલ્યુમિનિયમમાં અમે ઉદ્યોગની વિકસતી જરૂરિયાતો
અનુરૂપ અમારી ઓફરિંગને સતત વધારીએ છીએ. પાવર અને ટ્રાન્સમિશન ઇન્ડ્સ્ટ્રી માટે વિશ્વસનીય

ભાગીદારો તરીકે અમારા સંબંધોને વધુ મજબૂત બનાવતા અમને હવે એલોય રોડ્સની T4, AL59 અને
8xxx સિરીઝ રજૂ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. એકસાથેઆ ઉત્પાદનો દરેક જરૂરિયાત
માટે કસ્ટમાઇઝ્ડ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉકેલો પહોંચાડવા માટે અમારા ગ્રાહકો સાથે સહયોગ કરવા
માટેના અમારા સમર્પણનું ઉદાહરણ આપે છે."

વેદાંતા એલ્યુમિનિયમનો વૈવિધ્યસભર ઉત્પાદન પોર્ટફોલિયો એ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ
(BIS)દ્વારા પ્રમાણિત છે, જે પોતાની ઉચ્ચ ગુણવત્તાનું પ્રમાણ છે. ઉર્જા વપરાશ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન,
પાણીનો ઉપયોગ અને કચરો ઉત્પાદન જેવા ઘણા પરિમાણો પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ લાઇફ
સાયકલ અસેસમેન્ટ (LCA)માંથી પસાર થયા બાદ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એન્વાર્યમેન્ટ પ્રોડક્ટ
ડિક્લેરેશન (EPD) દ્વારા કંપનીના ઉત્પાદનોને પર્યાવરણીયની દૃષ્ટિએ પણ ચકાસવામાં આવ્યા છે.
વધુમાં એલ્યુમિનિયમ સ્ટેવાર્ડશિપ ઇનિશિયેટિવ (ASI) એ કંપનીના ઓડિશા ખાતેના ઝારસુગુડાપ્લાન્ટને
વિશ્વભરમાં ટકાઉપણુંનું પ્રતિષ્ઠિત સૂચક ઉચ્ચ ટકાઉપણું પ્રદર્શન દર્શાવવા માટે પ્રમાણિત કર્યું છે.
વેદાંતા એલ્યુમિનિયમની પ્રોડક્ટ ડિઝાઇન અને ઇનોવેશન વ્યૂહરચનાનાં મૂળમાં ગ્રાહક કેન્દ્રિતતા છે.
પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપરાંત કંપની પોતાના ગ્રાહકોની સાથે મળીને સુચારુ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગને
પ્રોત્સાહન આપવા અને ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે ટેકનિકલ કુશળતા શેર કરવા માટે તેના ગ્રાહકો સાથે
નજીકથી સહયોગ કરે છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ૧૨ mm વાયર રોડ લોન્ચ કર્યો હતો, જેને
ગ્રાહકો પાસેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોતાની ઇજનેરી કુશળતા, ડીપ આર અને ડી
કેપેબિલિટીઝ, વાઇબ્રન્ટ ઇનોવેશન સેલ, સેન્ટર ઓફ ક્વોલિટી એક્સેલન્સ અને કસ્ટમર ટેકનિકલ સર્વિસ
(સીટીએસ) ફંક્શનની સાથે કંપની પોતાના વૈશ્વિક ગ્રાહક આધારની ઉભરતી માંગને પહોંચી વળવા માટે
સારી રીતે સંસાધિત છે જે લગભગ ૫૦ થી વધુ દેશોમાં ફેલાયેલી છે.
વેદાંતા એલ્યુમિનિયમ ભારતની સૌથી મોટી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતી કંપની છે, જે ૨.૨૯
મિલિયન ટનનું ઉત્પાદન કરે છે. આ મૂલ્યવર્ધિત એલ્યુમિનિયમ ઉત્પાદનોમાં અગ્રેસર છે જે મુખ્ય
ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ એપ્લિકેશન શોધે છે. એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ
(DJSI) ૨૦૨૨ વિશ્વ રેન્કિંગમાં વેદાંતા એલ્યુમિનિયમ બીજા ક્રમે છે, જે તેની ટકાઉ વિકાસ પદ્ધતિઓનું
પ્રતિબિંબ છે. ભારતમાં પોતાની વિશ્વ કક્ષાની એલ્યુમિનિયમ સ્મેલ્ટર એલ્યુમિના રિફાઈનરી અને પાવર
પ્લાન્ટ્સ સાથે કંપની આવતીકાલની હરિયાળી માટે ‘મેટલ ઑફ ધ ફ્યુચર’ તરીકે એલ્યુમિનિયમની
ઊભરતી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાના પોતાના મિશનને પૂર્ણ કરે છે.
www.vedantaaluminium.com.

Related posts

HDFC બેંક Q3 પરિણામો: નફો 34% વધ્યો

Navbharat

Mobikwik રૂ. 700 કરોડ એકત્ર કરવા સેબી સાથે ડ્રાફ્ટ પેપર રિફાઈલ કરે છે

Navbharat

જના સ્મોલ ફાઇનાન્સ બેંક IPO

Navbharat