NavBharat
Business

ઝુરિચ ઈન્સ્યોરન્સ રૂ.4051 કરોડમાં કોટક જનરલ ઈન્સ્યોરન્સનો 51 ટકા હિસ્સો ખરીદશે!

કોટક મહિન્દ્રા બેંક એ દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક છે. ત્યારે હવે બેંકને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, કોટક મહિન્દ્ર બેંકે માહિતી આપી છે કે, સ્વિટ્ઝર્લેન્ડની ઝ્યુરિચ ઈન્સ્યોરન્સ (Zurich Insurance) એ કોટક જનરલ ઈન્સ્યોરન્સમાં અડધાથી વધુ એટલે કે 51 ટકા જેટલો હિસ્સો ખરીદશે. આ ડીલ રૂ. 4,051 કરોડમાં થશે. ઝ્યુરિચ વીમા કંપની દ્વારા આ રોકાણ ફ્રેશ ગ્રો કેપિટલ અને શેર ખરીદીના સંયોજન દ્વારા કરવામાં આવશે.

માહિતી મુજબ, કોટક બેંકે જણાવ્યું હતું કે, 51 ટકા હિસ્સા પછી, ઝ્યુરિચ ઇન્સ્યોરન્સ ત્રણ વર્ષમાં કોટક જનરલ ઇન્શ્યોરન્સમાં વધુ 19 ટકા હિસ્સો ખરીદશે. એશિયા પેસિફિક માટે ઝ્યુરિચના ચીફ એક્ઝિક્યુટિવ તુલસી નાયડુએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે, જેમાં અપાર સંભાવના છે અને અમે એક ઉત્તમ ભાગીદાર સાથે આ મહત્ત્વપૂર્ણ ભાગેદારીથી ખુશ છીએ.

RBIની મંજૂરી બાકી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોટક મહિન્દ્રા બેંક અને કોટક મહિન્દ્રા જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ જ્યુરિચ ઈન્સ્યોરન્સ કંપની સાથે હિસ્સાના વેચાણ માટે એક નિશ્ચિત કરાર કર્યો છે. જો કે, આ સોદાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) અને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) તરફથી મંજૂરી મળવાની બાકી છે.

Related posts

₹754 કરોડ માટે Jio ફાઇનાન્સિયલ સર્વિસિસનું મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ

Navbharat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોશરનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન

Navbharat

Jio 26 Ghz બેન્ડમાં 5G સેવા રજૂ કરે છે

Navbharat