NavBharat
Health

ગુજરાત બજેટ 2024 – આરોગ્ય ક્ષેત્ર

આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ‌ નિર્માણકાર્ય સંદર્ભે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, આણંદના  ગુજરાત પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય યુનિવર્સીટી, આણંદ કેમ્પસમાં આવેલ ખુલ્લી જગ્યા પર બોરસદ ચોકડી ખાતે રૂ.૧૬૦.૫૯ કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે.
આ  સુવિધાયુક્ત હોસ્પિટલ બનાવવા મંજૂરી સમિતિએ તા.૨૫-૦૪- ૨૦૨૩ના રોજ મંજૂરી આપી હતી.
આણંદ સિવિલ હોસ્પિટલ નું ટૂંક સમયમાં ભૂમિ પૂજન કરવામાં આવશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું.
આણંદ જીલ્લામાં જનરલ હોસ્પિટલ-આણંદ તથા પેટલાદ ખાતે એસ.એસ.જી હોસ્પિટલ કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૪ સામુહિક આરોગ્ય કેન્દ્રો પ્રજાની સેવામાં રાઉન્ડ ઘ કલોક કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાત ને પાયા વિહોણી અને સત્ય થી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડ થી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દરદીઓને સારવાર આપવામાં આવી હતી. હાલમાં કોઈ દર્દી હોસ્પિટલ કે આઈસોલેશનમાં નથી. મંત્રીશ્રીએ જણાવ્યું કે હાલમાં કોઇ એક્ટિવ કેસ નથી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલો માં પણ સારવાર આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રી શ્રીએ જણાવ્યું કે કેઆરોગ્યની ટીમોએ દ્ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે.રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટીંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવીછે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરી ને મંજુરી આપવામાં આવી છે
તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાત ને પાયા વિહોણી અને સત્ય થી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડ થી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. ૧ વેરિયેન્ટ જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિ એ અમદાવાદ શહેર માં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દી ના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલો માં પણ સારવાર આપવામાં આવી છે.

Related posts

ડોકટરો માટે નાણાકીય સુખાકારીનો પ્રવેશદ્વાર: ફિનફિટ ઇવેન્ટ અમદાવાદમાં આવશે

Navbharat

સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હળદરવાળી ચા, રોગપ્રતિકારક શક્તિમાં પણ કરે છે વધારો!

Navbharat

ભારતમાં તંદુરસ્ત આહારના ભાગ રૂપે બદામને નાસ્તાના ટોચના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યું

Navbharat