NavBharat
Gujarat

Paytm Insiderએ અમદાવાદમાં સૌથી મોટા નવરાત્રિ તહેવારની ઉજવણી માટે "Join The Jalsa" લોન્ચ કર્યુ

આ વર્ષનો એ સમય છે જ્યારે તહેવારનો ઉત્સાહ હવામાં
છવાયેલો છે અને દેશ નવરાત્રિને આવકારવા માટે અધીરા શ્વાસે પ્રતીક્ષા કરી રહ્યો છે. નવ
દિવસ સુધી ચાલનારા આ તહેવારને ભારે ઉત્સાહ, તાલવાળા નૃત્યથી લઇને ઢોલ્સ તેમજ
મનભાવક ખોરાકની પૂર્ણતા સાથે મનાવવામાં આવે છે. આ નવરાત્રિના સારની ઉજવણી
કરવા માટે ભારતનું અગ્રણી પ્લેટફોર્મ, Paytm Insider, આ ઓક્ટોબરની તહેવારની
સિઝનમાં તમને તરબોળ કરી દેતુ અનેક મોટી ઘટનાઓમાંની એક ઘટનાની રચના એવા
‘Join The Jalsa’ને આગળ લાવી રહ્યુ છે. 
જો તમે અમદાવાદમાં કે તેની આસપાસ હોય તો, ઇસ્કોન પામ સ્પ્રિંગ્સ, ગોધાવી ખાતે સૌથી
અદભૂત નવરાત્રી ઇવેન્ટ – વૃંદાવન રાસ લીલા 2023માં શહેરના વારસા અને સંસ્કૃતિમાં
તમારી જાતને લીન કરો. યુનાઈટેડ વે ઓફ બરોડામાં હ્રદયના ધબકારાઓની લય
અનુભવો અને ફૂટ-ટેપિંગ ગીતો પર ડાન્સ કરો. માંડવી ગરબાના અધિકૃત અને શુદ્ધ
સ્વરૂપનો અનુભવ કરવા માટે, તમે ભાડજના અશ્વરૂપ સ્ટડ ફાર્મ ખાતે ગરબી ના ગરબામાં
જઇ શકો છો. ગુજરાતના સૌથી મોટા નવરાત્રી સ્થળો પૈકીનું એક, તે 3,50,000 ચોરસ ફૂટના
વિશાળ મેદાનમાં ફેલાયેલું છે. તમારા પરિવાર અને મિત્રો સાથે એવર-ગ્રીન 'હોવ હોવ' અને
અન્ય મનપસંદ ગીતો ગાતા આ ઇવેન્ટનો આનંદ માણો. શહેરમાં તથાસ્તુ પાર્ટી પ્લોટ,
સરદાર પટેલ રીંગ રોડ પર કલર્સ ગુજરાતી રંગરાત્રીનું પણ આયોજન કરવામાં આવશે,
જ્યાં અરવિંદ વેગડા, દેવાંગ પટેલ, દર્શના ગાંધી ઠક્કર, હિમાલી વ્યાસ નાઈક અને અન્ય
જેવા લોકપ્રિય કલાકારો તેમના દમદાર ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ખેલૈયાઓ
આનંદ માણી શકે તેવો બીજો પ્રસંગ છે સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતેની રમે અમદાવાદ
નવરાત્રી 2023. આ ઈવેન્ટ અમદાવાદની ભાવનાનો પુરાવો છે, જ્યાં પરંપરા અને નવીનતા
બધા માટે એક અનોખો અનુભવ બનાવવા માટે ભેગા થાય છે. ત્યાં યશ બારોટ, તૃષા રામી,
ફરીદા મીર, સત્યેન વાઘેલા જેવા ગાયકોની ધૂન પર નૃત્ય કરો.

Paytm Insiderના બિઝનેસ વડા વરુણ ખરેએ જણાવ્યું હતું કે, “નવરાત્રિ નૃત્ય અને પૂજાથી
આગળ વધે છે. તે ભારતની સમૃદ્ધ વૈવિધ્યતાનું પ્રદર્શન છે, જેમાં દરેક પ્રદેશમાં અનોખી
પરંપરાઓ, સંગીત અને મોંમાં પાણી આવે તેવી વાનગીઓ હોય છે. સૌથી અગત્યનું, તે
એકસાથે માણવા અને મસ્તી કરવા વિશે છે. અમે ગયા વર્ષની સરખામણીમાં અમારી
પોતાની ઑફર બમણી કરવા માટે ઉત્સાહિત છીએ અને અમારી કેમ્પેન, ‘Join The Jalsa’
દ્વારા તમને દેશની સૌથી મોટી ઇવેન્ટની લાઇનઅપ લાવવા માટે ઉત્સાહિત છીએ.”
Paytm Insider દેશભરમાં થતી પસંદગીની ઉજવણીઓ પર નવરાત્રી ડિસ્કાઉન્ટ ઓફર કરે
છે. હમણાં જ Paytm Insider પર તમારી ટિકિટો મેળવો અને ‘Join The Jalsa’, જ્યાં ભારત
નવરાત્રીના તાલે નૃત્ય કરે છે!

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગુજરાતનાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠક યોજાઈ

Navbharat

પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની તૈયારીઓની સમીક્ષા કરી

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૯મી ઓગષ્ટના રોજ તાપી જિલ્લાના ગુણસદા ગામથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે

Navbharat