ઉમેદવારો 24 જાન્યુઆરી સુધી પીજીમાં પ્રવેશ માટે અરજી કરી શકશે.
ગાંધીનગર. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (CUG) એ શૈક્ષણિક સત્ર 2024-25 માટે 20 અનુસ્નાતક અભ્યાસક્રમો માં પ્રવેશ માટે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા લેવામાં આવનાર CUET (PG) પ્રવેશ પરીક્ષા 2024 દ્વારા ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ સંબંધમાં માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.cug.ac.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પાત્રતાના માપદંડોને સંતોષતા ઉમેદવારો 24 જાન્યુઆરી 2024ના રોજ અથવા તે પહેલાં http://pgcuet.samarth.ac.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. CUGમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો http://pgcuet.samarth.ac.in લિંક પર નોંધણી કરીને CUG પસંદ કરી શકે છે. NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ની વેબસાઇટ પર દેશભરના પરીક્ષા કેન્દ્રો સહિતની તમામ માહિતી આપવામાં આવી છે.
પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે
પરીક્ષાનિયંત્રકે માહિતી આપી હતી કે યુનિવર્સિટીના 20 અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા સમગ્ર દેશમાં CBT મોડમાં લેવામાં આવશે. વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની અવધિ 24 જાન્યુઆરી, 2024 (રાત્રે 11:50 વાગ્યા સુધી) છે. ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI દ્વારા ફીના સફળ વ્યવહારની છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી 2024 (રાત્રે 11:50 સુધી) છે. વેબસાઇટ પર અરજી ફોર્મની વિગતોમાં સુધારો 27 જાન્યુઆરી 2024 થી 29 જાન્યુઆરી 2024 સુધી રાત્રે 11:50 વાગ્યા સુધી કરી શકાશે). આ પરીક્ષા 11 માર્ચ, 2024 થી 28 માર્ચ, 2024 દરમિયાન દેશભરમાં અને વિદેશના કેટલાક શહેરોમાં 105 મિનિટ (1 કલાક 45 મિનિટ) સમયગાળાની ઓનલાઈન (CBT) દ્વારા ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરિણામ એપ્રિલ 2024 માં જાહેર કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત સહાયતા માટે, ઉમેદવારો admission@cug.ac.in પર ઇમેઇલ કરી શકે છે અથવા (+91) 79 23977 446 પર કૉલ કરી શકે છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ચાલતાં અભ્યાસક્રમની વિષયવાર બેઠકોની સંખ્યા –
એમ.એડ. – 33
એમ.એ. અંગ્રેજી – 33
એમ.એ. તુલનાત્મક સાહિત્ય-33
એમ.એ. હિન્દી- 33
એમ.એ. સમાજશાસ્ત્ર- 33
એમ.એ. સામાજિક કાર્ય- 33
એમએસસી જીવન વિજ્ઞાન- 33
એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી- 33
એમએસસી કેમિકલ સાયન્સ-33
એમએસસી એન્વાયર્નમેન્ટલ સાયન્સ-33
માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ-33
એમ.એ. સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ-33
એમ.એ. રાજકીય વિજ્ઞાન-33
એમ.એ. રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો-33
એમ.એ. અર્થશાસ્ત્ર-33
એમ.એ. ગુજરાતી-33
એમ.એ. ચાઇનીઝ – 33
એમ.એ. જર્મન સ્ટડીઝ – 33
એમએસસી. નેનોસાયન્સ-33
એમ.એ. હિન્દુ અધ્યયન- 33