NavBharat
Gujarat

ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયા અમદાવાદમાં ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરશે

ગત વર્ષની અભૂતપૂર્વ સફળતા બાદ, ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં આવેલ ગ્વાલિયા એસબીઆર ખાતે 10 ફેબ્રુઆરી, 2024 – શનિવારના રોજ અમદાવાદના સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શોનું બીજીવાર આયોજન કરશે. આ શોમાં 200 થી વધુ બિલાડીઓ હશે, જેમાં પાર્શિયન, મેન કૂન, બંગાળ અને આપણી પોતાની ઈન્ડીમાઉ જેવી બ્રીડનો સમાવેશ થાય છે. આ અંગે વાત કરવા માટે શ્રી સાકિબ પઠાણ (પ્રેસિડેન્ટ, એફસીઆઈ),પૂર્વી એન્થોની (જસ્ટ ડોગ ઈન્ડિયાના કો- ફાઉન્ડર), શ્રી દિગંબર ખોત (એફસીઆઈના ટીમ મેમ્બર), ડૉ. ચિરાગ દવે (પ્રખ્યાત વેટરનીયન) શાઝેબ મોકમજીવાલા (ડ્રૂલ્સના પ્રતિનિધિ), માહેરા મેમણ (અમદાવાદ ટીમ મેમ્બર, એફસીઆઈ) અને રાકીબ શેખ (અમદાવાદ ટીમ મેમ્બર, એફસીઆઈ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બિલાડીના પાલકોમાં ઉત્તેજના પેદા કરવાનો છે, જેથી તેઓ તેમના બિલાડીના સાથીદારો સાથે ગુણવત્તાયુક્ત સમય મેળવી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળો કેપ્ચર કરી શકે. જેથી, એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ પોતાના સાથી સમાન બિલાડીઓ સાથે ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળોને કેપ્ચર કરી શકે.

આ શોને શ્રી એલન રેમન્ડ (ઓસ્ટ્રેલિયા) અને શ્રી સાકિબ પઠાણ (પ્રેસિડેન્ટ, એફસીઆઈ) જજ કરશે. એક્ઝિબિશનમાં કેટ પેરેન્ટ્સ પણ બિલાડીને લગતી વિવિધ પ્રોડક્ટ્સ જોઈ શકશે.

આ શો થકી બિલાડીઓના પાલકો તેમની વ્હાલી બિલાડીઓ સાથે બહાર નીકળવા અને તેઓ અન્ય લોકો સાથે સોશિયલાઈઝિંગ કરવા માટે એક સ્ટેજ પ્રદાન કરશે કે જે આ બિલાડીઓના સમાન સાથી માટે પોતાના પ્રેમને શેર કરી શકે.

Related posts

ગિફ્ટ સિટીમાં ગાંધીનગરનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફૂડ પાર્ક બનશે

Navbharat

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

Navbharat

ગુજરાતે ગિફ્ટ સિટીમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો

Navbharat