NavBharat
Tech

ફોનપે રજૂ કરે છે ઈન્ડસ ઍપ સ્ટોર: ભારતની ડિજિટલ જર્નીમાં એક ગેમ-ચેન્જર

ફોનપેએ, આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રાહક માટેની ઈન્ડસ લૉન્ચની
જાહેરાત કરી હતી. ઈન્ડસ ઍપ સ્ટોર એ ભારતમાં વધુ સ્પર્ધાત્મક અને સ્થાનિક ઍપ સ્ટોર ઈકોનોમી
બનાવવાનો ફોનપેનો એક પ્રયાસ છે, જે પહેલાથી જ વૈશ્વિક સ્તરે સૌથી મોટું મોબાઈલ ઍપ્સ ડાઉનલોડ
માર્કેટ છે. આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં સ્ટાર્ટ-અપ સ્થાપકો અને ટેક ઉદ્યોગના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જે ભારતના સમૃદ્ધ ડિજિટલ ઈકોસિસ્ટમ માટે આ લૉન્ચનું મહત્વ દર્શાવે છે.
ફોનપેના CEO અને સ્થાપક, સમીર નિગમે ઉમેર્યું કે, “મોબાઈલ ઍપ માર્કેટમાં વધુ એક સ્વસ્થ સ્પર્ધાત્મક
યુગની શરુઆત કરતાં ઈન્ડસ ઍપ સ્ટોર હાલની પરિસ્થિતીને પડકારે છે, જેના કારણે વધુ ડેમોક્રેટિક અને
વાઈબ્રન્ટ ઈન્ડિયન ડિજિટલ ઈકોસિસ્ટમ બનાવવામાં મદદ મળશે. ઈન્ડસ ઍપ સ્ટોર ખરેખર સમાવિષ્ટ
ડિજિટલ ઈકોસિસ્ટમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિત કરે છે, જે દરેક ભારતીય માટે અનુકૂળતા
પ્રદાન કરે છે”
ઈન્ડસ ઍપ સ્ટોર પરથી ભારતીય ગ્રાહકો 45 કરતાં વધુ કૅટેગરીમાંથી 2 લાખ કરતાં વધુ મોબાઈલ ઍપ
ડાઉનલોડ કરી શકે છે. યુઝરને 12 ભારતીય ભાષાઓમાં આ ઍપ્સ શોધવાની અનુકૂળતા છે, જેના કારણે
95% ભારતીયોને પોતાની પસંદગીની ભાષામાં ઍપસ્ટોરનો લાભ મળશે. આ ઍપ સ્ટોર પર ગ્રાહકો
સરળતાથી નવી ઍપ શોધી શકે તે માટે એક તદ્દન નવું શોર્ટ-વીડિયો આધારિત ડિસ્કવરી ફીચર પણ પ્રદાન
કરવામાં આવ્યું છે.
પ્રથમ વૈશ્વિક પગલાંમાં, ઈન્ડસ ઍપ સ્ટોર પર ઈન-ઍપ બિલિંગ માટે ડેવલપર્સ પોતાની પસંદના થર્ડ-
પાર્ટી પેમેન્ટ ગેટ વે નો ઉપયોગ કરી શકે છે અને તેના માટે જો તેઓ એક્સટર્નલ પેમેન્ટ ગેટ વે નો
ઉપયોગ કરે, તો તેમની પાસેથી કોઈપણ કમિશન ફી લેવામાં નહીં આવે. થોડા સમય બાદ, ઈન્ડસ પોતાની
ઈન-ઍપ બિલિંગ અને કૅટલોગ સોલ્યુશન પણ પ્રદાન કરશે, પરંતુ તે ડેવલપર્સ માટે વૈકલ્પિક રહેશે.
વધુમાં, ડેવલપર્સ નોંધણીમાં વધારો કરવા માટે, ઈન્ડસ એક વર્ષ સુધી ડેવલપર્સને ઝીરો લિસ્ટિંગ ફી પ્રદાન
કરી રહ્યું છે.
મોબાઈલ ઍપ સ્ટોર ક્ષેત્રમાં વધુ મુક્ત બજાર પ્રતિસ્પર્ધા માટે ભારતીય સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમના હાલના
કોલાહલને જોતા ઈન્ડસ ઍપ સ્ટોરનો લૉન્ચનો સમય વધુ પ્રાસંગિક બની ગયો છે.
ઈન્ડસ ઍપ સ્ટોર https://www.indusappstore.com પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

Related posts

Threads યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, લોન્ચ થયું આ નવું ફીચર્સ! જાણો વિગત

Navbharat

ઘરે જ સિનેમા હોલ જેવો અનુભવ આપવા આવી રહ્યું છે આ બજેટેડ સ્માર્ટ TV! જાણો કિંમત અને ફીચર્સ

Navbharat

ઇસરોએ 14 જુલાઈ માટે ચંદ્રયાન 3 મિશન લોન્ચની તારીખની પુષ્ટિ કરી

Navbharat