NavBharat
Education

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન સંસ્થાએ ગાંધીનગર ખાતે આચાર્યો માટે કોન્ફરન્સનું આયોજન કર્યું

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુશન ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા IKS અને લીડરશીપ પર યોજાયેલી પ્રિન્સિપલ
કોન્ફરન્સમાં રીગ્રેશન થેરાપિસ્ટ, પેરેંટિંગ કોચ અને વેલનેસ સ્પેસના સહ-સ્થાપક રીરી જી. ત્રિવેદીએ માનસિક અને
શારીરિક સ્વાસ્થ્ય પર બાળપણના આઘાત (જે ACEs અથવા બાળપણના પ્રતિકૂળ અનુભવો તરીકે પણ ઓળખાય
છે) ની અસર વિશે અગત્યની વાત કરી હતી. આ વર્કશોપમાં વિવિધ શાળાઓના 200 થી વધુ આચાર્યોએ ભાગ લીધો
હતો.
આ ઉપયોગી ચર્ચા સત્રમાં, તેમણે શાળાના આચાર્યોને વર્ગખંડોમાં શિસ્ત અને સંચાર માટે સકારાત્મક અભિગમ
અપનાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સંવેદનશીલ બનાવવા બાળપણના આઘાતના ન્યુરોબાયોલોજી પરના
પોતાના સંશોધન વિશે માહિતી શેર કરી હતી.
આ કોન્ફરન્સમાં આચાર્યોએ, વિદ્યાર્થીઓના વિવિઘ મુદ્દાઓ જેવા કે, આત્મઘાતી વર્તણૂક, સ્વ-નુકસાન, ડિપ્રેશન અને
ચિંતા… અંગે તેમની સાથે વ્યવહાર કરવા સંબંધિત ઘણા જવાબો મેળવ્યા હતા. આ ઉપરાંત બાળપણના આઘાતને
રોકવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ આવશ્યક માર્ગદર્શન મેળવ્યું હતું. રીરી ત્રિવેદી અમદાવાદમાં સ્થાયી
છે અને તેઓ બાળપણના આઘાત, PTSD (પોસ્ટ-ટ્રોમેટિક-સ્ટ્રેસ ડિસઓર્ડર), ચિંતા, ડિપ્રેશન મેનેજમેન્ટના ક્ષેત્રમાં
થેરાપિસ્ટને તાલીમ આપે છે અને માતાપિતાને પણ મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે.

Related posts

દિલ્હી યુનિવર્સિટી પ્રવેશ 2023

Navbharat

રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના એમઓયુ કરવામાં આવ્યા

Navbharat

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ – GCAS લોન્ચ

Navbharat