NavBharat
Politics/National

ભારતીય વાયુસેના દ્વારા ‘’વાયુશક્તિ -2024’’ કવાયતનું આયોજન

ભારતીય વાયુસેના દ્વારા 17 ફેબ્રુઆરી 2024ના રોજ જેસલમેર નજીક પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુ શક્તિ-2024 કવાયત હાથ ધરવામાં આવશે. કવાયત વાયુશક્તિના છેલ્લા સંસ્કરણનું આયોજન 16 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવ્યું હતું. હંમેશની જેમ, વાયુશક્તિ કવાયત ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન હશે, જે દિવસ અને રાત દરમિયાન ચાલવાનું છે. આ કવાયતમાં ભારતીય સેના સાથે સંયુક્ત ઓપરેશન પણ દર્શાવવામાં આવશે.

આ વર્ષે, યોજાનારી કવાયતમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનો ભાગ લેશે. અન્ય સહભાગી એરક્રાફ્ટમાં રાફેલ, મિરાજ-2000, સુખોઇ-30 MKI, જગુઆર, હોક, C-130J, ચિનૂક, અપાચે તેમજ Mi-17નો સમાવેશ થશે. સ્વદેશી સરફેસ ટુ એર વેપન સિસ્ટમ્સ આકાશ અને સમર ઘુસણખોરી કરનારા વિમાનોને ટ્રેક કરવા અને તેને શૂટ કરવાની તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. વાયુશક્તિ કવાયત એ IAFની લાંબી રેન્જ, ચોકસાઇ ક્ષમતા તેમજ પરંપરાગત શસ્ત્રો સચોટ રીતે, સમયસર અને વિનાશક અસર સાથે ડિલિવર કરવાની IAFની ક્ષમતાનું પ્રદર્શન હશે જેમાં ઘણા હવાઇમથકો પરથી વિમાનોનું સંચાલન કરવામાં આવશે. IAF પરિવહન અને હેલિકોપ્ટર કાફલા દ્વારા વિશેષ પરિચાલન દર્શાવવામાં આવશે, જેમાં ગરુડ અને ભારતીય સૈન્યના અન્ય ઘટકોને પણ સામેલ કરીને તેને પ્રદર્શિત કરવામાં આવશે.

Related posts

રાજ્ય સરકારે સહકારી મંડળીની નોંધણી સરળ રીતે થાય એ માટે ઓનલાઈન પ્રકિયા શરૂ કરી – મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Navbharat

બંગાળના CM મમતા બેનર્જીનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ! કહ્યું- ‘2024ની ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાની છે તેમની યોજના’

Navbharat

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી 2023 : પંચાયતની ચૂંટણીમાં હિંસા ભડકી

Navbharat