ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા
ભારતમાં તેણે તાજેતરમાં લોન્ચ કરેલી ગેલેક્સી S24 સિરીઝની ડિલિવરી કરવા માટે ઝડપી-કોમર્સ મંચ
બ્લિન્કિટ સાથે જોડાણ કર્યું હોવાની ઘોષણા કરી છે. દિલ્હી- એનસીઆર, બેન્ગલુરુ અને મુંબઈમાં ગ્રાહકો હવે
બ્લિન્કિટ પર ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સનો ઓર્ડર આપી શકે અને
તેમને ફોન 10 મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરાશે.
ગ્રાહકો ગેલેક્સી S24 સિરીઝ બ્લિન્કિટ પર ખરીદી કરશે તેમને જો એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ થકી
ખરીદી કરી હોય તો રૂ. 5000નું તુરંત કેશબેક મળશે.
બ્લિન્કિટ સાથે જોડાણ સેમસંગને ભારતમાં તેની ફ્લેગશિપ ગેલેક્સી S24 સિરીઝ માટે ભરપૂર માગણીને
પહોંચી વળવામાં મદદ થશે. સેમસંગે ગેલેક્સી S24 સિરીઝ માટે વિક્રમી પ્રી0- બુકિંગ્સ પ્રાપ્ત કર્યા છે, જે
તેને આજ સુધીની સૌથી સફળ S સિરીઝ બનાવે છે. ભારતમાં 250,000થી વધુ ગ્રાહકોએ 18મી
જાન્યુઆરીથી ફક્ત ત્રણ દિવસમાં ગેલેક્સી S24 સિરીઝ સ્માર્ટફોન પ્રી- બુક કરાવ્યા હતા.
મેડ ઈન ઈન્ડિયા ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24+ અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સ લાઈવ ટ્રાન્સલેટ,
ઈન્ટરપ્રીટર, ચેટ આસિસ્ટ, નોટ આસિસ્ટ અને ટ્રાન્સક્રિપ્ટ આસિસ્ટ ફીચર્સ સાથે આવે છે. સેમસંગ કીબોર્ડમાં
નિર્મિત AI પણ હિંદી સહિત 13 ભાષામાં અસલ સમયમાં મેસેજીસ ટ્રાન્સલેટ કરી શકે છે. કારમાં એન્ડ્રોઈડ
ઓટો આપોઆપ ઈનકમિંગ મેસેજીસ સમરાઈઝ કરશે અને સુસંગત જવાબો અને કૃતિઓ સૂચવશે.
ગેલેક્સી S24 સિરીઝ જેસ્ચર-ડ્રિવન સર્કલ ટુ સર્ચ ફીચર સાથે આવે છે. યુઝર્સ મદદરૂપ થતા, ઉચ્ચ
ગુણવત્તાના સર્ચ રિઝલ્ટ્સ જોવા માટે ગેલેક્સી S24 સિરીઝના સ્ક્રીન પર સર્કલ, હાઈલાઈટ, સ્ક્રિબલ થવા
કશું પણ ટેપ કરી શકે છે. અમુક સર્ચીસ માટે જનરેટિવ AI-પાવર્ડ ઓવરવ્યુઝ વેબમાં એકત્રિત પુલ્ડ
મદદરૂપ થતી માહિતી અને લખાણ પૂરા પાડી શકે છે.
ગેલેક્સી S24 સિરીઝનું પ્રોવિઝ્યુઅલ એન્જિન AI-પાવર્ડ ટૂલ્સની વ્યાપક શ્રેણી છે, જે ઈમેજ મઢી લેવાની
ક્ષમતામાં પરિવર્તન લાવે છે અને ક્રિયેટિવ સ્વતંત્રતાને મહત્તમ બનાવે છે. ગેલેક્સી S24 અલ્ટ્રા પર ક્વેડ
ટેલી સિસ્ટમ નવા 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ સાથે આવે છે, જે 50MP સેન્સર સાથે કમ કરીને 2x, 3x, 5x to
10x પરથી ઝૂમ લેવલે ઓપ્ટિકલ- ગુણવત્તાની કામગીરી એનેબલ કરી શકે છે.
નવું ઈન્સ્ટન્ટ સ્લો મો વધુ બારીકાઈભર્યા લૂક માટે એકશન સભર અવસરોને સહજ ધીમા કરીને મુવમેન્ટ્સને
આધારે વધારાની ફ્રેમ્સ ઊપજાવી શકે છે. સુપર HDR શટર પ્રેસ થાય તે 2 પૂર્વે લાઈફલાઈક પ્રીવ્યુઝ
ઉજાગર કરે છે.
ગેલેક્સી S24 સિરીઝે OS અપગ્રેડ્સની સાત પેઢી અને સિક્યુરિટી અપડેટના સાત વર્ષ કરીને પ્રોડક્ટનું
જીવનચક્ર વધારવાની સેમસંગની કટિબદ્ધતા ચાલુ રાખી હોઈ યુઝર્સને અગાઉ કરતાં વધુ સમય તેમનાં
ગેલેક્સી ડિવાઈસીસની કામગીરી મહત્તમ બનાવવાનો વિશ્વસનીય અનુભવ થાય છે.