રામજી કશ્યપ (ટર્ન-1માં 1 ડ્રીમ રન, ટર્ન-3માં 5 ડ્રીમ રન)ની શાનદાર રમતને કારણે ચેન્નાઈ ક્વિક ગન્સે સોમવારે ગુજરાત જાયન્ટ્સને 35-29થી હરાવ્યું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ ગુજરાતને હટાવી ટેબલ ટોપર બની. આ મેચમાં રામજીએ લીગમાં 5 મિનિટનું ડિફેન્સ બેરિયર પાર કર્યું. રામજી કશ્યપે વિજેતા ટીમ માટે 10 પોઈન્ટ હાંસલ કર્યા અને તે મેટ પર 4 મિનિટથી વધુ સમય રહ્યી પોતાની ટીમ માટે ડ્રીમ રન બોનસ પોઈન્ટ હાંસલ કરવામાં સફળ રહ્યો. ચેન્નાઈ ક્વિક ગન્સે સકારાત્મ રીતે રમતા ગુજરાતને પ્રથમ ટર્નમાં માત્ર 14 પોઈન્ટ હાંસલ કરવા દીધા. હવે પછીની મેચમાં ચેન્નાઈ ક્વિક ગન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓડિશા જગરનૉટ સામે મંગળવારે રમશે. જ્યારે ગુજરાત જાયન્ટ્સનો સામનો મુંબઈ ખેલાડીઝથી થશે.