NavBharat
Entertainment

ZEE5 દ્વારા સની દેઉલ અને અમીષા પટેલ અભિનિત વર્ષની સૌથી મોટી હિંદી બ્લોકબસ્ટર ગદર 2ના વૈશ્વિક ડિજિટલ પ્રસારણની ઘોષણા

ભારતનું સૌથી વિશાળ ઘરમાં વૃદ્ધિ પામેલું વિડિયો સ્ટ્રીમિંગ મંચ અને બહુભાષી
વાર્તાકાર ZEE5 દ્વારા આજે વર્ષની સૌથી મોટી હિંદી બ્લોકબસ્ટર ગદર 2ના વૈશ્વિક ડિજિટલ પ્રસારણની ઘોષણા
કરવામાં આવી હતી. ભારતમાં થિયેટરોમાં સફળતાથી ચાલીને રૂ. 526 કરોડનો ચોખ્ખો વકરો કરનારી અને હજુ પણ
ચાલતી ગદર 2 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ ZEE5 પર વધુ એક સફળ ઈનિંગ્સ માટે સુસજ્જ છે. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત
અને અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત 2001ની હિટ ફિલ્મ ગદરની આ સુપરહિટ સિક્વલમાં સની દેઉલ, અમીષા પટેલ
અને ઉત્કર્ષ શર્મા અનુક્રમે તારા સિંહ, સકીના અને ચરણજિત જીતે સિંહની ભૂમિકામાં છે.
ZEE5 ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર મનીષ કાલરાએ જણાવ્યું હતું કે, “અમે ભારતની સૌથી મોટી બ્લોકબસ્ટર
હિંદી ફિલ્મ ગદર 2 ZEE5પર બતાવવા માટે ભારે રોમાંચિત છીએ. અમારી અગ્રતા ZEE5 પર અમારા દર્શકો માટે
સૌથી સફળ અને સૌથી વહાલી ફિલ્મો લાવવાની રહી છે. અમને વિશ્વાસ છે કે બોક્સ ઓફિસ પર બધા વિક્રમ તોડ્યા
પછી ગદર 2 ZEE5 પર તેના ડિજિટલ પ્રસારણ માટે તે જ ચમત્કાર ફરીથી નિર્માણ કરશે અને બધા ડિજિટલ વિક્રમ
તોડીને સૌથી સફળ ફિલ્મ બની રહેશે.”
ગદર 2 તેના પુરોગામી પછી 22 વર્ષે તારા, સકીના અને જીતેના ભારતના સૌથી વહાલા પરિવારને પાછો લાગે છે.
1971ના ભારત- પાકિસ્તાન યુદ્ધની પાર્શ્વભૂમાં સ્થાપિત તારા સિંહ ફરી એક વાર તેના દેશ અને પરિવારના સન્માનનું
રક્ષણ કરવા માટે દરેક શત્રુઓનો સામનો કરે છે. આ વખતે વાર્તા તારા સિંહ અને સકીનાના ગાઢ પ્રેમમાં ઊંડાણથી
ડોકિયું કરાવે છે અને તદુપરાંત તારા સિંહ અને તરણજિત વચ્ચે પિતા- પુત્રનું મજબૂત જોડાણ પણ જોવા મળે છે,
જેમાં તારા સિંહ પાકિસ્તાનમાં આવી ચઢે છે, પકડાય છે અને તેની પર ટોર્ચર શરૂ થાય છે. છેલ્લે તારા સિંહ પોતાની
પત્નીને ભારતમાં લાવવા પાકિસ્તાન ગયો હતો, પરંતુ આ વખતે તે પોતાના પુત્રને બચાવીને પાછો લાવવા જાય છે.
તો સની દેઉલના વધુ મોટા, બહેતર અને જોરદાર એકશન દ્રશ્યો જોવા માટે તૈયાર થઈ જાઓ અને તેના મોટા ભાગના
લોકપ્રિય ડાયલોગ હિંદુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા દોહરાવાતા જુઓ, જે દરેક હિંદુસ્તાનીના
મનમાં લાંબા સમય સુધી પડઘા પાડવાનું ચાલુ રાખશે. ફિલ્મમાં સની દેઉલ પોતાનું વિખ્યાત હાથપંપ ઉખાડવાનું
દ્રશ્ય પાછો કરતો જોવા મળશે. તે ઊડ જા કાલે કવ્વે, મૈ નિકલા ગડ્ડી લેકે જેવાં મૂળ હિટ ગીતો (2001ની ફિલ્મનાં) પર
ફરીથી ગાતો અને નાચતો અને 2001નો તે જ ચમત્કાર ફરીથી કરતો જોવા મળશે.
ઝી સ્ટુડિયોઝના સીબીઓ શરીખ પટેલે જણાવ્યું હતું કે, "ગદર 2 તારા સિંહ, સકીના અને જીતેનો ભારતનો સૌથી
વહાલો પરિવાર તેની સમોવડિયા પછી 22 વર્ષે પાછો લાવી છે. હિંદુસ્તાન કા અસલી બ્લોકબસ્ટર ZEE5 પર તેના
ડિજિટલ પ્રસારણ સાથે ફરી એક વાર ઈતિહાસ બનાવશે.”
સની દેઉલ કહે છે, “અમને થિયેટરોમાં ગદર 2ને અદભુત પ્રતિસાદ મળ્યો તેની બેહદ ખુશી છે. હવે ZEE5 પર તેના
વૈશ્વિક ડિજિટલ પ્રસારણ સાથે હું આ ફિલ્મ વ્યાપક, વૈશ્વિક દર્શકો સુધી પહોંચશે તે માટે ભારે રોમાંચિત છું. ગદર 2
ઉત્તમ પારિવારિક ફિલ્મ છે, જે દર્શકોને જકડી રાખશે અને મનોરંજન કરશે. હું દરેકને ફિલ્મ જોઈ હોય તો અને નહીં
જોઈ હોય તો પણ આ ફિલ્મ જોવા અનુરોધ કરું છું.”
અમીષા પટેલે જણાવ્યું હતું કે, "સકીનાનું પાત્ર મારી કારકિર્દીમાં અમીટ રહ્યું છે અને તેથી ગદર 2માં ફરીથી આ પાત્ર
ભજવવા માટે ભારે રોમાંચિત છું. તારા અને સકીના વચ્ચેની કેમિસ્ટ્રી સમકાલીન છે અને સિક્વલ અમારા ચાહકો માટે

તે ચમત્કાર ફરીથી કરે છે. ZEE5નું મંચ અમને વૈશ્વિક દર્શકો સાથે જોડાવાનો મોકો આપે છે અને દુનિયાભરના દર્શકોને
આ એપિક પ્રેમકથા ફરીથી પરંતુ નવા વળાંકો સાથે જોવાનો મોકો મળશે તે બાબતે ભારે રોમાંચિત છું.”
ડાયરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું હતું કે, "ગદરની વાર્તાએ દરેક ફિલ્મ પ્રેમીની સ્મૃતિમાં સ્થાન પાક્કું કરી દીધું છે અને
ગદર 2 સાથે અમે તે જ ચમત્કાર ફરીથી નિર્માણ કરવનો પ્રયાસ કર્યો છે. હું ભારે રોમાંચિત છું કે ગદર 2 સર્વ
સમયની સૌથી સફળ હિંદી ફિલ્મમાં એક બની રહી હતી અને હવે ZEE5 પર વૈશ્વિક ડિજિટલ પ્રસારણ સાથે મને આશા
છે કે ફિલ્મ વધુ વિક્રમ તોડશે અને દુનિયાભરમાં વધુ લોકો સુધી પહોંચશે.”

Related posts

બાર્બી VS ઓપેનહેઇમર

Navbharat

સિટાડેલ નિશાન બનાવવામાં નિષ્ફળ, એમેઝોનના સીઇઓએ બજેટ વિશ્લેષણ માટે પૂછ્યું

Navbharat

મેડ ઇન હેવન સીઝન 2

Navbharat