NavBharat
Tech

Tecnoના આ બજેટેડ ફોનની કિંમત અને ફીચર્સ જાણી તમને પણ નવાઈ લાગશે! આ મહિનામાં થઈ શકે છે લોન્ચ

Tecno કંપની તેના યુઝર્સ માટે સુવિધાથી ભરપૂર સ્માર્ટફોન્સ લોન્ચ કરવા માટે જાણીતી છે. કંપની તેના દરેક સેગમેન્ટ માટે અલગ-અલગ સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. તાજેતરમાં જ કંપનીએ ભારતીય બજારમાં Spark 20C સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે જે બજેટેડ ફોન છે. કંપની હવે એન્ટ્રી-લેવલ સેગમેન્ટના ખરીદદારો માટે એક નવો સ્માર્ટફોન એટલે કે Tecno Spark Go 2024 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Tecno Spark Go 2024ની વિગત

એમેઝોન ઇન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા ટીઝર મુજબ, Tecno Spark Go 2024 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. પોસ્ટરમાં સ્માર્ટફોનની ડિઝાઇનની ઝલક બતાવવામાં આવી છે. Tecno Spark Go 2024 એ સેગમેન્ટમાં 90Hz ડિસ્પ્લે અને ડાયનેમિક પોર્ટ સાથે આવનાર પ્રથમ સ્માર્ટફોન હોવાનું કહેવાય છે. ટીઝર બતાવે છે કે આ ફીચર ઇનકમિંગ કોલ, ફુલ ચાર્જ નોટિફિકેશન અને ફેસ અનલોક નોટિફિકેશન જેવા વિવિધ એલર્ટ બતાવશે. કિંમત વિશે વાત કરીએ તો, Techno Spark Go 2024ની કિંમત લગભગ રૂ. 8 હજારની નજીક હોઈ શકે છે. Tecno Spark Go 2024 ભારતમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લોન્ચ થવાની શક્યતાઓ છે.

Tecno Spark Go 2024ના ફીચર્સ

ફોનમાં 5,000 mAhની મોટી બેટરી હશે. ઉપરાંત, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, 13MP પ્રાઇમરી કેમેરા, સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 8MP સેલ્ફી કેમેરા હશે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત HiOS 13 કસ્ટમ સ્કિન પર ચાલશે.

Related posts

સ્નેપચેટ ‘ડ્રીમ્સ’નું અનાવરણ કરશે

Navbharat

ગૂગલે નવા યુ ટ્યુબ સોંગ આઇડેન્ટિફિકેશન ફીચરનું પરીક્ષણ કર્યું છે જેનાથી તમે હમિંગ દ્વારા ગીત શોધી શકો છો

Navbharat

શું તમે ફોનમાં સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યાથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ!

Navbharat