આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા એવા ખેલાડી છે જેમના બોલિંગ એક્શન ખૂબ જ અનોખા છે. આ ખેલાડીઓમાં જસપ્રિત બુમરાહ, હરભજન સિંહ, પોલ એડમ્સ, લસિથ મલિંગા, મુથૈયા મુરલીધરન જેવા ખેલાડીઓનું નામ સામેલ છે. જો કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થયો છે, જેમાં બોલિંગ કરતા ખેલાડીની બોલિંગ એક્શન એટલી અનોખી છે કે જેને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.
જણાવી દઈએ કે, હાલ સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં એક બોલર તેના રન-અપથી તેના હાથ સ્વિંગ કરી રહ્યો છે અને લગભગ પાંચથી વધુ વખત તેના હાથ સ્વિંગ કર્યા પછી, તે બોલ ફેંકી રહ્યો છે. આ બોલરની એક્શનથી બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને બોલ ફેંકતા પહેલા તે વિકેટની સાઇડમાં ઊભો રહી જાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ અને રસપ્રદ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
When you wanted to become a swimmer but parents forced you to join cricket#CricketTwitter pic.twitter.com/OMoRWOH0Tx
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) November 23, 2023
સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનું ઘોડાપૂર
આ વીડિયો શેર કરતા એક યુઝર્સે લખ્યું કે, જ્યારે તમે સ્વિમર બનવા માંગો છો, પરંતુ તમારા માતા-પિતા તમને ક્રિકેટમાં જોડાવાનો આગ્રહ કરે છે.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, “હરભજન સિંહને લૂપ પર મૂકવામાં આવ્યો છે. મતલબ કે હરભજન સિંહની એક્શન વારંવાર ચાલી રહી છે.