NavBharat
Tech

Vivoના આ ફોન પર તમને મળી રહી છે મોટી ડિસ્કાઉન્ટ ડીલ! જાણો વિગત

જો તમે દિવાળી નિમિત્તે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, દિવાળીના પર્વ દરમિયાન Vivoનો 8GB રેમવાળો ફોન ઓછી કિંમતે ખરીદવાની શાનદાર તક ઉપલબ્ધ છે. જો તમે ઓનલાઈન ખરીદી કરો છો તો તમે તમારા ફોન પર ઉપલબ્ધ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.

કયા Vivo ફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ?

વાસ્તવમાં, ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર દિવાળી સેલ ચાલી રહ્યો છે. તમે દિવાળી સેલમાં ઓછી કિંમતે Vivo T2 Pro 5G ફોનની ખરીદી કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આ દિવાળી સેલ 11 નવેમ્બર સુધી ચાલશે. આવી સ્થિતિમાં, તમારી પાસે ઓછી કિંમતે ખરીદવાની મર્યાદિત તક હશે. Vivoનો આ ફોન અત્યંત ઝડપી પ્રોસેસર સાથે આવે છે. આ Vivo ફોનની કિંમત Flipkart પર રૂ. 23,999 લિસ્ટ કરવામાં આવી છે. આ કિંમત Vivo T2 Pro 5G ના 8 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. ઉપરાંત, આ ફોન સાથે વિવિધ ડિસ્કાઉન્ટ ઑફર પણ આપવામાં આવી રહી છે. જે અંગે તમે આધિકારિક વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો.

vivo T2 Pro 5G ના સ્પેશિફિકેશન

પ્રોસેસર- ડાયમેન્સિટી 7200

ડિસ્પ્લે- 6.78 ઇંચ ફુલ HD+

રેમ અને સ્ટોરેજ- 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ

કેમેરા- 64MP + 2MP બેક અને 16MP ફ્રન્ટ કેમેરા

બેટરી- 4600 mAh

Related posts

Lenovoએ ભારતમાં નવું ટેબલેટ ‘Tab P12’ લોન્ચ કર્યું છે

Navbharat

વોટ્સએપ ફોન નંબર પ્રાઇવસી ફીચર શરૂ કરી રહ્યું છે.

Navbharat

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી, ઐયર, અક્ષર અને અર્શદીપે કર્યું અદભૂત પ્રદર્શન 

Navbharat