એમાં કોઈ શંકા નથી કે ભારતમાં Xiaomi ફોનના યુઝર્સની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યારે હવે એક મીડિયા રિપોર્ટ્સ મુજબ માહિતી મળી છે કે, ભારતીય યુઝર્સ Xiaomi ફોનના એટલા મોટા પ્રશંસક બન્યા કે માત્ર 100 દિવસમાં આ ફોનના 30 લાખ યુનિટ વેચાઈ ગયા. Redmi 12 સિરીઝમાં રજૂ કરાયેલા Redmi 12 5G અને Redmi 12 4G સ્માર્ટફોન વિશે વાત કરી રહ્યા છીએ.
રિપોર્ટ્સ મુજબ, Redmi 12 સિરીઝે ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં આ ફોનને લોન્ચ થયાને 100 દિવસ પણ થયા નથી, આ સાથે ફોનનું વેચાણ એટલું ઝડપી થયું છે કે 3 મિલિયન યુનિટ વેચાઈ ગયા છે. આ સાથે Xiaomiએ ભારતમાં ફોનના વેચાણમાં મોટી સફળતા હાંસલ કરી છે.
કંપનીએ પોસ્ટ કરી આપી માહિતી
કંપનીએ પોતે Redmi 12 સીરીઝના ઝડપી વેચાણ અંગે માહિતી આપી છે. ભારતમાં Redmi 12 સીરીઝના વેચાણ અંગેની માહિતી Xiaomi ઇન્ડિયાના સત્તાવાર X હેન્ડલ પરથી સામે આવી છે. આ માહિતી અનુસાર, વેચાણના પ્રથમ દિવસે 3 લાખ યુનિટનું વેચાણ થયું હતું. ખરેખર, કંપનીએ 5G અને 4G મોડલ સાથે Redmi 12 સિરીઝ રજૂ કરી છે. રેડમી 12 સીરીઝ ભારતમાં 1લી ઓગસ્ટે જ લોન્ચ કરવામાં આવી છે.
ફીચર્સ
તમને જણાવી દઈએ કે Redmi 12 5G ફોનની શરૂઆતની કિંમત 10,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 2 પ્રોસેસર, 6.71-inch FHD+ ડિસ્પ્લે, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા, 5,000mAh બેટરી, 22.5W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે. જ્યારે Redmi 12 4Gમાં MediaTek Helio G88 પ્રોસેસર, 6.79-ઇંચ FHD+ ડિસ્પ્લે, 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ, 8MP ફ્રન્ટ કેમેરા, 5,000mAh બેટરી અને 18W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ઉપલબ્ધ છે. ફોનની શરૂઆતી કિંમત રૂ. 8,999 નક્કી કરવામાં આવી છે.