NavBharat
Tech

શાઓમી 2024ની શરૂઆત રેડમી નોટ 13 સિરીઝના સુપર પાવર્ડ લોન્ચ સાથે કરે છે જે ભારતમાં મધ્યમ શ્રેણીના બજારના સમીકરણોને નવેસરથી રચે છે

વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ શાઓમીએ તાજેતરમાં જ ભારતીય બજારમાં રેડમી નોટ 13 સિરીઝના લોન્ચની
જાહેરાતમાં તેની પ્રીમિયમ ઓફર સાથે સ્માર્ટફોન ક્ષેત્રના સમીકરણો નવેસરથી રચ્યા છે. Redmi Note સિરીઝની
ધરોહરને આગળ ધપાવતા નવા લોન્ચ થયેલા Redmi Note 13 Pro+ 5G અને Redmi Note 13 Pro 5Gમાં સ્માર્ટ
ફોન ક્ષમતાઓને મહત્તમ કરવા માંગતા લોકો માટે ઇમર્સિવડિસ્પ્લે, ફ્લેગશિપ-લેવલકેમેરા. , અને સુપર-ફાસ્ટ ચાર્જિંગ
અને આકર્ષક ડિઝાઇન સહિતની પ્રીમિયમ અને પ્રો-લેવલ સુવિધાઓ આપવામાં આવીછે, આ Redmi Note અત્યાર
સુધીનો સૌથી સ્લીમ રેડમી નોટ છે.
રેડમી નોટ 13 Pro+ 5G 8GB+256GB વેરિઅન્ટની કિંમતરૂપિયા 29,999 છે જ્યારે 12GB+256GB મૉડલની કિંમત
રૂપિયા 31,999 અને 12GB+512GB સંસ્કરણની કિંમત રૂપિયા 33,999 રાખવામાં આવી છે, જેમાં તમામ ઉપલબ્ધ
ઑફર આવી જાય છે. આ સિવાય, ફક્ત શાઓમી Redmi ગ્રાહકો 2,500ના વિશેષ પ્રારંભિક Xiaomi લોયલ્ટી બોનસ
સાથે ICICI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સાથે 2000 રૂપિયાના ત્વરિત ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. આ ઑફર્સ
Mi.com, Flipkart.com, Mi Home, Mi Studio અને અધિકૃત રિટેલ ભાગીદારો પર લાગુ છે.
એજરીતે, Redmi Note 13 Pro 5G વર્તમાન ઑફર સહિત, 8GB+128GB વેરિઅન્ટ માટે રુપિયા 23,999,
8GB+256GB મૉડલ માટે રુપિયા 25,999 અને 12GB+256GB સંસ્કરણ માટે રુપિયા 27,999ની કિંમતે ઉપલબ્ધ છે.
આ સિવાય, ફક્ત શાઓમી/ રેડમી ગ્રાહકો 2,500ના વિશેષ પ્રારંભિક શાઓમી લોયલ્ટી બોનસ સાથે ICICI ક્રેડિટ અને
ડેબિટકાર્ડ્સ સાથે 2000 રૂપિયાના ત્વરિત ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે. આ ઑફર્સ Mi.com, Flipkart.com, Mi
Home, Mi Studio અને અધિકૃત રિટેલ ભાગીદારો પર લાગુ છે.

વધુમાં, રેડમી નોટ 13 5G સિરીઝની કિંમત 6GB+128GB વેરિઅન્ટ માટે રુપિયા 16,999, 8GB+256GB વિકલ્પ
માટે રુપિયા 18,999 અને 12GB+256GB મૉડલ માટે રુપિયા 20,999 નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં
Amazon.in, Mi Home, Mi Studio અને અધિકૃત રિટેલ ભાગીદારોની ઓફરનો સમાવેશ થાય છે. ગ્રાહકો ICICI ક્રેડિટ
અને ડેબિટ કાર્ડ સાથે 2000 રૂપિયાનું ત્વરિત ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત Xiaomi/Redmi ગ્રાહકો માટે રુપિયા
1,500નું વિશેષ પ્રારંભિક Xiaomi લોયલ્ટી બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં, કોઈપણ Redmi Note 13
સિરીઝની ખરીદીપર, ગ્રાહકો INR 1,999માં Redmi Watch 3 એક્ટિવ મેળવી શકે છે. Redmi Note 13 સિરીઝ 10મી
જાન્યુઆરીથી Mi.com, Amazon.com, Mi Home, Mi Studio અને અધિકૃત રિટેલ ભાગીદારો પર ઉપલબ્ધ થશે.

સુપરપાવર્ડ Redmi Note 13 Pro+ 5G ઘણામોરચે પ્રથમ
Redmi Note 13 Pro+ 5Gમાં IP68 પ્રોટેક્શનઅને 200MP કેમેરા સાથે અત્યાધુનિક ડિઝાઇન આપવામાં આવીછે.
ઉપરાંત તેમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ દ્વારા સુરક્ષિત3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 120W હાઇપર ચાર્જસ પોર્ટ

આપવામાં આવ્યો છે. તે મીડિયા ટેકડાયમેન્સિટી 7200-અલ્ટ્રાચિપ સેટ દ્વારા સંચાલિત છે અને તેની 5000mAh
બેટરી, ઇન-ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને 512GB સુધી સ્ટોરેજ સાથે ડ્યુઅલ સ્પીકર્સ અને ડોલ્બી એટમોસ સાથે
પ્રીમિયમ ઑડિયો પ્રસ્તુત કરે છે, તે ફ્યુઝન બ્લેક અને ફ્યુઝન વ્હાઇટ રંગોમાં ઉપલબ્ધ છે .

Related posts

નાસાએ નવી સાઇટ બીટા લોન્ચ કરી

Navbharat

આખરે, વોટ્સએપે વોઈસ મેસેજ માટે વ્યુ વન્સ ફીચર પણ બહાર પાડ્યું, વોઈસ મેસેજ એકવાર જ થશે પ્લે 

Navbharat

Tecnoના આ બજેટેડ ફોનની કિંમત અને ફીચર્સ જાણી તમને પણ નવાઈ લાગશે! આ મહિનામાં થઈ શકે છે લોન્ચ

Navbharat