NavBharat
Tech

પરવાનગી વગર કોઈપણ WhatsApp ગ્રૂપમાં એડ થવાથી છો પરેશાન? આ એક સેટિંગ તમને કરશે મદદ

હાલના સમયમાં સોશિયલ મીડિયા એ લોકોના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. ત્યારે WhatsApp એપ્લિકેશનનો પણ લોકો દૈનિક ધોરણે ઉપયોગ કરતા હોય છે. એકસાથે ઘણા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડાવા માટે WhatsApp ગ્રૂપ એક સુગમ માધ્યમ છે, પરંતુ જ્યારે કોઈ તમારી પરવાનગી વિના તમને કોઈ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે ત્યારે તેમને ગુસ્સો આવે છે. બિનઉપયોગી ગ્રૂપમાં એડ થવાથી બચવા માટે, WhatsAppએ વિકલ્પ આપ્યો છે, જેનો ઉપયોગ તમે પણ કરી શકો છો.

વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાથી બચવા માટે

જો કોઈ તમને તમારી પરવાનગી વિના કોઈપણ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરે છે તો આ એક સેટિંગ તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે. ડિફોલ્ટ રીતે, WhatsAppમાં ગ્રૂપમાં એડ કરવા માટેનું સેટિંગ ‘Everyone’ હોય છે, પરંતુ તમે તેને બદલી શકો છો, જેથી તમારી પરવાનગી વિના કોઈપણ તમને WhatsApp ગ્રૂપમાં એડ કરી શકશે નહીં.

– સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો.

– હવે જમણી બાજુ ટોચ પર દેખાતા 3 બિંદુઓ પર ક્લિક કરો.

– સેટિંગ્સ પર ક્લિક કરીને એકાઉન્ટ પર ક્લિક કરો.

– પ્રાઈવસી પર જાઓ અને ગ્રૂપ્સ ઓપ્શન પર ક્લિક કરો.

– હવે તમે પહેલાથી જ Everyone દેખાશે, જેના પર ક્લિક કર્યા પછી તમને Everyone સાથે અન્ય બે વિકલ્પ My Contacts અને My Contacts Except મળશે.

– My Contacts સિલેક્ટ કરવાથી ફક્ત તે જ લોકો તમને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી શકશે જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં છે. જ્યારે My Contacts Except પર ક્લિક કરવા પર તમે એવા લોકોને પસંદ કરી શકો છો જે તમને ગ્રૂપમાં એડ કરી શકે છે. આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમે જેમને પસંદ કરો છો તે જ લોકો તમને કોઈપણ ગ્રૂપમાં એડ કરી શકશે.

Related posts

ડિજીટલ વ્યાપારની શક્તિને ખોલવામાં નાના બિઝનેસસીને ટેકો આપવા માટે ONDC અને મેટાએ ભાગીદારીનો પ્રારંભ કર્યો

Navbharat

OnePlus 12 ટૂંક સમયમાં થશે લોન્ચ! AMOLED સ્ક્રીન અને 64MP પેરિસ્કોપ લેન્સ જેવા મળી શકે છે ફીચર્સ!

Navbharat

રણબીર કપૂરની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર કરી કમાલ, વીકેન્ડમાં માન્યામાં ન આવે એટલી થઈ કમાણી

Navbharat