બોલિવૂડ દબંગ એક્ટર સલમાન ખાન અને કરણ જોહરે 25 વર્ષ પહેલા સાથે એક ફિલ્મ કરી હતી. જો કે, ત્યાર પછીથી આ જોડી ઘણીવાર એક સાથે કામ કરશે તેવી ખબરો વહતી થઈ છે પરંતુ, આજ સુધી કોઈ ફિલ્મ આવી નથી. ત્યારે હવે આખરે સલમાન ખાન અને કરણ જોહર એક સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે એવી માહિતી મળી છે. ભાઈજાને પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે અને ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે.
સલમાન ખાને કરી પુષ્ટિ
સલમાન અને કરણ 25 વર્ષ પછી ફરી એક ફિલ્મ માટે સાથે આવશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે સલમાને વિષ્ણુ વર્ધન દ્વારા નિર્દેશિત ફિલ્મ સાઈન કરી છે, જેનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. હવે અભિનેતાએ ફિલ્મનું શીર્ષક જાહેર કર્યું છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું કે, “હું ધ બુલ નામની ફિલ્મ કરી રહ્યો છું. પછી દબંગ 4 આવશે, કિક 2 આવશે. એવું માનવામાં આવે છે કે ‘ધ બુલ’ વિષ્ણુ વર્ધનની દિગ્દર્શિત ફિલ્મ છે, જ્યારે અગાઉ કરણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ‘ધ બુલ’ બનાવવાનો નથી.
સલમાન અર્ધલશ્કરી દળના અધિકારીની ભૂમિકા
તમને જણાવી દઈએ કે ધ બુલથી 1998માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ બાદ સલમાન ખાન અને કરણ જોહરનું પુનઃમિલન થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન ફિલ્મ ધ બુલમાં અર્ધલશ્કરી અધિકારીની ભૂમિકા ભજવશે જે એક એક્શનથી ભરપૂર મિશન પર જશે.