NavBharat
Politics/National

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ શું નવી પેઢીના નેતાઓના સોંપશે કમાન?

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જૂના ચહેરા પર દાવ લગાવવાને બદલે નવી પેઢીને તક મળે તો નવાઈ નહીં. કેમ કે, ભાજપની નો રિપીટ થીયરી અંતર્ગત નવા નામોને સ્થાન મળી પણ શકે છે. 

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મેરેથોન બેઠક કરી હતી. આ બેઠકો મળ્યા બાદ બની શકે છે કે, પાર્ટી કંઈક અલગ લેવલ પર નવા નેતાઓને ચાન્સ આપવાને લઈને વિચારી શકે છે આ ઉપરાંત જૂના જોગીઓને પણ સ્થાન મળી શકે છે. જેમ કે, મધ્યપ્રદેશમાં શિવરાંજસિંહનું નામ લેવાઈ શકે છે. 

ત્રણ રાજ્યોમાં જીત મેળવ્યા બાદ ભાજપ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં ઉતાવળ કરવાના મૂડમાં નથી.સંપૂર્ણ બહુમતી હોવા છતાં પાર્ટીએ હજુ સુધી કોઈનું નામ નક્કી કર્યું નથી. એવા સંકેતો છે કે પાર્ટી મધ્ય પ્રદેશમાં પછાત વર્ગના નેતા અને છત્તીસગઢમાં આદિવાસી નેતા પર દાવ લગાવશે. તો રાજસ્થાનમાં વસુંધરા રાજેનું નામ પણ સામે આવી રહ્યું છે પરંતુ કેટલાક અન્ય નામો પણ સામે આવી રહ્યા છે. પૂર્વ સીએમ વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુનરામ મેઘવાલ, દિયા કુમારી સહિત કેટલાક નામોની ચર્ચા. આવી સ્થિતિમાં મંગળવારે સંસદીય બોર્ડની બેઠક મળવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય પક્ષની બેઠકની તારીખ અને તેમાં નિરીક્ષકોના નામ પર મહોર મારવામાં આવશે.

થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરતી વખતે પાર્ટી નેતૃત્વ રાજ્યના રાજકીય સમીકરણની સાથે સામાજિક સમીકરણને પણ ધ્યાનમાં રાખશે. જ્યાં સુધી નવી પેઢીને તક આપવાની વાત છે તો આ મામલે પાર્ટીની ખરી ચિંતા રાજસ્થાનની છે. રાજસ્થાનમાં બહુમતીનો આંકડો બહુ મોટો નથી. આવી સ્થિતિમાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા કોઈ વિવાદ ઈચ્છશે નહીં. 

Related posts

ભારત Vs કેનેડા

Navbharat

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

Navbharat

વંદે ભારત એક્સપ્રેસ: મેક ઇન ઇન્ડિયા સક્સેસ સ્ટોરી

Navbharat