NavBharat
Sport

ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ છોડી આ IPL ફ્રેન્ચાઇઝી સાથે જોડાશે રાહુલ દ્રવિડ? મળી શકે છે મોટી જવાબદારી!

ICC ODI વર્લ્ડ કપ 2023 પૂરો થતાંની સાથે જ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કરાર પણ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે હવે ત્રણ બાબતોને લઈને સસ્પેન્સ યથાવત છે. પ્રથમ, શું રાહુલ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવશે? બીજું, દ્રવિડ નહીં તો ટીમ ઈન્ડિયાનો કોચ કોણ બનશે? અને ત્રીજું, ભારત નહીં તો દ્રવિડ કઈ ટીમમાં જોડાશે? જો કે, હવે બે બાબતોનો જવાબ મળે તેમ લાગે છે. મીડિયા અહેવાલો છે કે રાહુલ દ્રવિડ આ IPL ફ્રેન્ચાઇઝીમાંથી એક સાથે જોડાઈ શકે છે.

રાહુલ દ્રવિડ આ IPL ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ શકે છે!

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ભારતીય ટીમના કોચ તરીકે રાહુલ દ્રવિડ પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવશે કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે બીસીસીઆઈ અને તેમની વચ્ચે સંભવિત બેઠક થવાની બાકી છે. હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે રાહુલ દ્રવિડની વાતચીત ચાલી રહી છે. તે તેમની સાથે માર્ગદર્શક તરીકે જોડાઈ શકે તેવી શક્યતા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ગૌતમ ગંભીરના જોડાણ પછી LSGમાં મેન્ટરનું પદ ખાલી છે.

અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ દ્રવિડ પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે તે પોતાના પરિવાર માટે સમય કાઢી શકતા નથી. એટલા માટે રાહુલ દ્રવિડ હવે કેટલીક IPL ફ્રેન્ચાઇઝી તરફ ધ્યાન આપી રહ્યા છે, જે ફક્ત 2 કે અઢી મહિના માટે જ કામ પૂરું પાડે છે.

Related posts

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના અધિકૃત બેવરેજ ભાગીદાર Thums Upએ Disney+ Hotstar સાથે ક્રિકેટના દિગ્ગજોને સમાવતી ‘Thums Up FanPulse’ લોન્ચ કરી

Navbharat

પીવી સિંધુ અને લક્ષ્ય સેન કેનેડા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

Navbharat

ચેસ વર્લ્ડ કપ: વિશ્વનાથન આનંદ પછી સેમિફાઇનલમાં પ્રવેશનાર આર પ્રજ્ઞાનંધા પ્રથમ ભારતીય બન્યા

Navbharat