NavBharat
Politics/National

રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની હાર માટે કોને ગણાવ્યા જવાબદાર? પનોતી શબ્દ કહીને કોને માર્યો ટોણો?

રાજસ્થાનમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. રાજ્યમાં 25 નવેમ્બરે ચૂંટણી થવાની છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના જાલોર જિલ્લામાં જનસભાને સંબોધી હતી. ત્યાં તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધીએ કહ્યું- ‘અમારા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત, પરંતુ પનોતીએ તેમને હરાવ્યા’. રાહુલના આ નિવેદનને પીએમ મોદી પર મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં, રાહુલ ગાંધી જાલોરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ સમયે તેઓ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા હતા. દરમિયાન, કોંગ્રેસના કાર્યકરોએ પનોતી-પનોતીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સાંભળીને રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ બંધ કરી દીધું અને કહ્યું કે, અમારા છોકરાઓ વર્લ્ડ કપ જીતી શક્યા હોત, પરંતુ પનૌતીએ તેમને હરાવ્યા. જનતા આ જાણે છે, પણ ટીવીવાળા કહેશે નહીં. આ પછી રાહુલે ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું.

આ શબ્દ ક્યાંથી આવ્યો

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ટ્વિટર પર પનોતી શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. વિરોધ પક્ષોએ તેનો ઉપયોગ પીએમ મોદી વિરુદ્ધ કર્યો હતો. પક્ષના કેટલાક નેતાઓએ કહ્યું કે- ભારતીય ટીમ એટલે હારી કારણ કે પીએમ મોદી મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Related posts

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: બપોરે 3 વાગ્યા સુધી 55.63% મતદાન, સીકરમાં પથ્થરમારો, બૂથ એજન્ટનું મૃત્યુ

Navbharat

બીજેપી સાંસદ નિશિકાંત દુબેનો મોટો દાવો, કહ્યું- લોકપાલે મહુઆ મોઇત્રા સામે CBI તપાસનો આદેશ આપ્યો

Navbharat

વંદે ભારત એક્સપ્રેસ: મેક ઇન ઇન્ડિયા સક્સેસ સ્ટોરી

Navbharat