NavBharat
Spiritual

ક્યારે ઊજવાશે ઉત્પન્ના એકાદશી? જાણો તિથિ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને મહત્ત્વ વિશે વિગતવાર માહિતી!

માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવામાં આવે છે. માન્યતાઓ મુજબ, ઉત્પન્ના એકાદશીના દિવસે માતા એકાદશીએ મૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો. માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ માતા એકાદશીનો જન્મ થયો હતો. તેથી આ એકાદશીનું મહત્ત્વ વધુ છે. ચાલો જાણીએ ઉત્પન્ના એકાદશી વ્રતની તિથિ, પૂજા પદ્ધતિ, શુભ સમય અને મહત્ત્વ વિશે…

ઉત્પન્ના એકાદશી વ્રતની તિથિ, શુભ સમય અને ઉપવાસ તોડવાનો સમય?

આ વખતે ઉત્પન્ના એકાદશીનું વ્રત 8 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 5.06 વાગ્યાથી શરૂ થશે અને 9 ડિસેમ્બરના રોજ સવારે 6.31 વાગ્યા સુધી ચાલશે. બ્રહ્મ મુહૂર્તમાં, એકાદશી તિથિ 8 ડિસેમ્બરથી શરૂ થાય છે. તેથી 8મી ડિસેમ્બરે જ ઉપવાસ કરવામાં આવશે. ઉત્પન્ના એકાદશીના વ્રત તોડવાનો સમય 9 ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 1:15થી 3:20 સુધીનો રહેશે. ઉત્પન્ના એકાદશીએ પૂજા કરવાનો શુભ સમય સવારે 8.19થી 9.37 સુધીનો છે. આ પછી અમૃત કાલ સવારે 9.37થી 10.55 સુધી ચાલશે. આ બે શુભ સમયમાં તમે ઉત્પન્ના એકાદશીના દિવસે પૂજા કરી શકો છો.

ઉત્પન્ના એકાદશીનું મહત્ત્વ?

પૌરાણિક કથાઓ મુજબ, એકાદશી માતાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના હૃદયમાંથી થઈ હતી. વાસ્તવમાં જ્યારે ભગવાન વિષ્ણુ સુતા હતા ત્યારે મૂર નામનો રાક્ષસ તેમને મારવા ત્યાં આવ્યો હતો. ત્યારબાદ માતા ઉત્પન્નાએ પ્રગટ થઈને તેનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું જ ફળ મળે છે. તેમ જ વ્રતના દિવસે દાન કરવાથી લાખ ગણું ફળ મળે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પૂજ્ય મોરારી બાપુની રામ કથામાં ભાગ લેવા પહોંચ્યા

Navbharat

મોટર બાઈકસ અને પ્રકૃતિ પ્રત્યે જબરદસ્ત પેશન રાખનાર સદગુરુ મોટોજીપી ભારતના ઉદ્ધાટન સમારોહનું મુખ્ય આકર્ષણ હશે

Navbharat

આ રાજ્યમાં ખૂબ જ ભક્તિભાવથી ઊજવાય છે વિશ્વેશ્વર વ્રત, ભગવાન શિવની આરાધનાનું મહત્ત્વ!

Navbharat