NavBharat
Spiritual

ક્યારે છે વૈકુંઠ ચતુર્દશી? ભગવાન શિવજી અને વિષ્ણુજીની પૂજાનું મહત્ત્વ, વાંચો તારીખ અને માન્યતાઓ વિશે

સનાતન ધર્મમાં વૈકુંઠ ચતુર્દશીનું વિશેષ મહત્ત્વ છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચતુર્દશી કાર્તિક પૂર્ણિમાના એક દિવસ પહેલા ઊજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. શાસ્ત્રોમાં આ પવિત્ર દિવસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ વૈકુંઠ ચતુર્દશી ઊજવવામાં આવે છે. આ વખતે તે 25 નવેમ્બર, 2023ના રોજ ઊજવવામાં આવશે.

બૈકુંઠ ચતુર્દશી તારીખ અને સમય

હિંદુ કેલેન્ડર મુજબ, નવેમ્બર 25, 2023ની સાંજે 05:22 વાગ્યાથી ચતુર્દશી તિથિનો પ્રારંભ થશે જ્યારે તેની સમાપ્તિ 26 નવેમ્બર, 2023ના રોજ બપોરે 03:53 વાગે થશે. બૈકુંઠ ચતુર્દશી દરમિયાન નિશીતકાલ બપોરે 11:08થી 12:00 સુધી રહેશે.

બૈકુંઠ ચતુર્દશીનું મહત્ત્વ

સનાતન ધર્મમાં વૈકુંઠ ચતુર્દશીનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે ભગવાન મહાદેવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ દિવસે હરિ-હરની પૂજા કરવાની પ્રથાનું ઘણું મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ તે દિવસ છે જ્યારે ભગવાન શિવે આ બ્રહ્માંડના સંચાલનની સંપૂર્ણ જવાબદારી શ્રીહરિ નારાયણને સોંપી હતી.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

આજે અને કાલે બની રહ્યો છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ, 400 વર્ષે 8-8 શુભયોગમાં કરો ખરીદી, રોકાણ!

Navbharat

આજથી છઠ મહાપર્વનો પ્રારંભ, જાણો ભગવાન સૂર્ય અને છઠ માતાની પૂજાનું ધાર્મિક મહત્ત્વ

Navbharat

આજે વિનાયક ચતુર્થી, ભગવાન ગણેશની પૂજાનું મહત્ત્વ, જાણો શુભ સમય અને માન્યતાઓ અંગે

Navbharat