હિન્દુ ધર્મમાં દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની અહોઈ અષ્ટમીના રોજ અહોઈ અષ્ટમી વ્રત ઊજવવામાં આવે છે. આ વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ વખતે આ વ્રત 5 નવેમ્બર, રવિવારના રોજ ઊજવવામાં આવશે.
આ દિવસે માતાઓ તેમના બાળકોના સુખ, સુખી જીવન, લાંબા આયુષ્ય અને તેમની કારકિર્દીમાં સફળતા માટે પ્રાર્થના કરીને આખો દિવસ ઉપવાસ કરે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સામાન્ય રીતે જે મહિલાઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોય તેમના દ્વારા આ વ્રત રાખવામાં આવતું હોય છે. આ દિવસે અહોઈ માતાની પૂજા કરવામાં આવે છે. સાંજે, ભક્તો પ્રાર્થના કરીને ઉપવાસ તોડે છે. કેટલાક લોકો ચંદ્રને જોઈને જ ઉપવાસ તોડે છે.
પૂજા પદ્ધતિ જાણો
આ દિવસે વહેલી સવારે મહિલાઓ સ્નાન કરીને સ્વચ્છ અને નવા વસ્ત્રો પહેરે છે અને પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સફળતા માટે પ્રાર્થના કરે છે સાથે જ ઉપવાસ પણ કરે છે. સાંજે ઘરની ઉત્તર-પૂર્વ દિશાની સફાઈ કર્યા પછી લાકડાના સ્ટૂલ પર નવું કપડું પાથરીને તેના પર અહોઈ માતાની મૂર્તિની સ્થાપના કરો. માતાની તસવીરની સ્થાપના કર્યા પછી, ચૌકી પાસે ઉત્તર દીશામાં ગાયના છાણથી લીંપીને તેના પર પાણીથી ભરેલું એક વાસણ મૂકો, જેમાં ચોખા હોય.
કલશ પર કાલવ બાંધી રોલીનો ટીકો કરો. હવે અહોઈ માતાને રોલી અને ચોખાનું તિલક કરો અને ભોગ લગાવો. પૂજા સમયે ચોખા, મૂળા અને સિંગોડા પણ દેવી માતાની સામે વાસણમાં રાખવામાં આવે છે. હવે દીવો પ્રગટાવો અને અહોઈ માતાની આરતી કરો અને પછી પ્રાર્થના કરો. કથા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખાના થોડા દાણા રાખો. કથા પૂરી થયા પછી ચોખાના દાણાને તમારા પલ્લુમાં ગાંઠમાં બાંધીને રાખો. પછી સાંજે અર્ઘ્ય અર્પણ કરતી વખતે, કલશમાં ગાંઠના ચોખા નાખો. પૂજામાં સમાવિષ્ટ વસ્તુઓ બ્રાહ્મણને દાન કરો. દિવાળી સુધી અહોઇ માતાની તસવીર ત્યાં જ રહેવા દો.
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)