NavBharat
Gujarat

દેશને વિશ્વની પાંચ ટ્રીલીયન ઇકોનોમી સુધી પહોચાડવાનો PMના લક્ષ્યાંકમાં આપણે ભાગ લઈ ફાળો આપવો જોઈએ : અલ્પેશ ઠાકોર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના ઉદ્દેશથી સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં ‘ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ચાંદખેડા વોર્ડ ખાતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.
આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ ચાંદખેડા તથા આસપાસના વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાના લાભ પહોંચાડશે. 
 
  આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે કહ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાનો છે.  
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં જે પણ કંઈ વિકાસ થયો છે, જે પણ કંઈ પ્રગતિ થઈ છે, તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. પહેલા યોજનાઓ માત્ર કાગળ પર જ બનતી હતી પરંતુ હવે આ પ્રકારની યાત્રાઓ થકી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ગેરંટી છે, અને યોજના પૂર્ણ રીતે લાભાર્થીને મળે તેની પણ ગેરંટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે અને તે અંતર્ગત આ તમામ વિકાસના કાર્યક્રમો થઈ રહ્યા છે. જેનો અનેરો આનંદ છે તેમ તેઓએ જણાવ્યું હતું. 
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્વચ્છતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપણે સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે જેના કારણે આજે ભારત દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં સ્વચ્છતા ક્ષેત્રે અનોખી કામગીરી થઈ રહી છે. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. જેનો આનંદ છે, અને આ તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે સરકારનાં વિવિધ વિભાગના અધિકારીઓઓ પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તે બદલ હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને વંદન કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.
ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી ૧૦ લાખ સુધીની સારવાર નિશુલ્ક મેળવી શકે છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને નિશુલ્ક અનાજ આપવામાં આવે છે, ઉજવલા યોજના લાવી ગેસના બાટલા આપીને મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિશ્વની પાંચ ટ્રીલીયન ઇકોનોમી સુધી પહોચાડવાનો લક્ષ્યાંક આપ્યો છે જેમાં આપણે સૌએ પણ વિવિધ ક્ષેત્રે ભાગ લઈને દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. 

 
 
 
 
 

Related posts

નવી દિલ્હીમાં ક્રાફ્ટ્સ બજાર, જી-20 સમિટમાં ભાગ લેવા માટે કચ્છ અને કાઠિયાવાડ એમ્બ્રોઈડરી અને પાટણના પટોળા ગુજરાતમાંથી તૈયાર

Navbharat

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે – આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ

Navbharat

ગુજરાતમાં ૮,૭૧,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

Navbharat