NavBharat
Politics/National

પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ચોટીલા તાલુકામાં તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ચોટીલા તાલુકાના પાંચવડા અને ચોબારી ગામે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કર્યું હતું.

 
 
ચોબારી અને પાંચવડા ગામે અંદાજિત રૂ.૪૭ લાખના ખર્ચે કરવામાં આવી રહી છે તળાવ ઊંડું કરવાની કામગીરી થશે. લોકોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. તેમ જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું.
 
આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદહસ્તે ચોટીલા તાલુકાના પાંચવડા અને ચોબારી ગામ ખાતે તળાવ ઊંડા કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
 
 
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ અને જળ સંચયના કામો ખૂબ જ ઝડપથી અને સારી રીતે થાય એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે પાંચવડા અને ચોબારી ગામે તળાવને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળશે એવો મંત્રી એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રી એ જે સમયમાં તળાવો નિર્માણ પામ્યા તે સમયની મૂળ સ્થિતિમાં લઈ જવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ તકે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી તળાવનું ભૂમિપૂજન કર્યું હતું.
 
 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલ ચોબારી અને પાંચવડા ગામે નાની સિંચાઈ યોજના દ્વારા તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાંચવડા ગામે તળાવની કુલ સંગ્રહશક્તિ ૨૩.૨૫ એમ.સી.એફ.ટી. છે. જ્યારે ચોબારી ગામ તૈયાર થનાર તળાવની કુલ સંગ્રહશક્તિ અંદાજે ૨.૫૦ એમ.સી.એફ.ટી. છે. ચોબારી અને પાંચવડા ગામે અંદાજિત રૂ.૪૭ લાખના ખર્ચે તળાવ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
 
 
આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ, કાળાસર જગ્યા મહંત વાલજીબાપુ, સરપંચ નારાયણભાઈ, અગ્રણી સર્વ નાગરભાઈ, રસિકભાઈ, તેજાભાઈ, રાઘવભાઈ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભારતીય વાયુસેના દ્વારા ‘’વાયુશક્તિ -2024’’ કવાયતનું આયોજન

Navbharat

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું

Navbharat

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશના રાજ્યપાલો અને હરિયાણાના કૃષિમંત્રી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળની મુલાકાતે

Navbharat