NavBharat
Politics/National

છત્તીસગઢની 20 બેઠકો પર મતદાન પૂર્ણ, કોંડાગાંવમાં સૌથી વધુ જ્યારે બીજાપુરમાં સૌથી ઓછું થયું વોટિંગ

આજે છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં છત્તીસગઢમાં 20 બેઠકો માટે જ્યારે મિજોરમમાં 40 બેઠકો માટે મતદાન થયું હતું. જણાવી દઈએ કે છત્તીસગઢની 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આજે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થયું હતું.

માહિતી મુજબ, છત્તીસગઢ રાજ્યમાંથી, સુકમા, કાંકેર અને મોહલા-માનપુર સહિત સાત જિલ્લાની 10 બેઠકો પર બપોરે 3 વાગ્યે મતદાન સમાપ્ત થયું. જ્યારે ચાર જિલ્લાની 10 બેઠકો પર સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. પૂર્વ સીએમ રમણ સિંહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં મતદાન કર્યું. મતદાન દરમિયાન સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ કરેલા IED બ્લાસ્ટમાં CRPFનો એક જવાન ઘાયલ થયો હતો. આમ છતાં મતદાન ચાલુ રહ્યું હતું. સુકમા, બીજાપુર, કાંકેર અને નારાયણપુરમાં પણ સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં જે 20 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, તેમાં બસ્તર વિભાગની તમામ 12 બેઠકો અને દુર્ગ વિભાગની 8 બેઠકોનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, સાંજે 4 વાગ્યા સુધી 20 સીટો પર 59.19 ટકા સુધીનું મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કોંડાગાંવમાં થયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન બીજાપુરમાં થયું છે. મિજોરમની વાત કરીએ તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બપોરે 3 વાગ્યા સુધી 69 ટકા મતદાન નોંધાયું હતું.

Related posts

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહિલા અનામત બિલ પર પીએમ મોદીના દિલથી કર્યાં વખાણ, વિપક્ષને આડે હાથ લીધો

Navbharat

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: બપોરે 3 વાગ્યા સુધી 55.63% મતદાન, સીકરમાં પથ્થરમારો, બૂથ એજન્ટનું મૃત્યુ

Navbharat

પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી

Navbharat