NavBharat
Sport

India Vs Sri Lanka: સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરાબરીથી ચૂક્યો વિરાટ કોહલી, 88 રને થયો આઉટ, ગિલ પણ સદી ચૂક્યો

વર્લ્ડ કપ 2023ની 33મી મેચ આજે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ લખાય ત્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમનો સ્કોર 38 ઓવરમાં 3 વિકેટે 247 રન થયા છે. શ્રેયસ અય્યર 25 બોલમાં 32 રન અને કે.એલ.રાહુલ 16 બોલમાં 19 રન બનાવીને ક્રીઝ પર છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વગર રમવા આવી છે.

સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડથી ચૂક્યો કોહલી

જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય ટીમે 6 મેચમાં 6 જીત મેળવી છે અને હાલ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. ત્યારે આજની મેચ જીતીને તે ફરીથી ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ભારતીય બેટિંગની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા 2 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલી વચ્ચે શાનદાર ભાગેદારી થઈ. ગિલ 92 બોલમાં 92 રન બનાવીને જ્યારે વિરાટ કોહલી 94 બોલમાં 88 રન બનાવીને આઉટ થયા છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલકરના 49 સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની ખૂબ નજીક હતો, પરંતુ તે 88 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો. વિરાટ કોહલીના આઉટ થતાની સાથે જ કરોડો ભારતીય ચાહકોનું પણ દિલ તૂટી ગયું હતું.

હાઈ-સ્કોરિંગ છે વાનખેડેની પીચ

છેલ્લી વખત આ મેદાન પર બંને ટીમો વચ્ચે 2011 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આપણે વાનખેડેની પીચ પર નજર કરીએ તો તે બેટિંગ માટે ખૂબ જ યોગ્ય છે. ઘણીવાર અહીં યોજાતી મેચો હાઈ-સ્કોરિંગ હોય છે. આવી સ્થિતિમાં આ મેચ પણ સમાન જોવા મળી શકે છે.

Related posts

Essilor®ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીને પસંદ કર્યા

Navbharat

ચીન ખાતે એશિયન પેરા ગેમ્સમાં ૬ ગુજરાતી ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ

Navbharat

પાકિસ્તાન સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો! આ ધાકડ બોલર ઇજાના કારણે નહીં રમી શકે મેચ

Navbharat