NavBharat
Sport

IND Vs SL: ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર વિરાટ કોહલીએ મેચ વચ્ચે મેદાન પર કર્યો ડાન્સ, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા!

વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ટીમનો દરેક ખેલાડી ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્યાર આ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે.

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ ડાન્સ વીડિયોમાં મેચની વચ્ચે ફિલ્ડિંગ કરતી વખતે ડાન્સ કરતો જોવા મળે છે. શ્રીલંકા સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ પણ શાનદાર બેટિંગ કરી હતી. જો કે, તે સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. દરમિયાન, ફિલ્ડિંગ વખતે તેણે ચાહકોનું મનોરંજન કરવાની તક ગુમાવી ન હતી અને ચાહકોને ગીતો ગાતા જોઈને તે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

વિરાટે ‘માય નેમ ઈઝ લખન’ પર કર્યો ડાન્સ

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે જ્યારે શ્રીલંકન ટીમની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે ફેન્સ બોલિવૂડનું લોકપ્રિય ગીત ‘માય નેમ ઈઝ લખન’ ગાઈ રહ્યા હતા. ત્યારબાદ જ્યારે વિરાટે આ ગીતની ધૂન સાંભળી તો તે પોતાની જાતને રોકી ન શક્યો અને મેદાન પર ડાન્સ કરવા લાગ્યો. વિરાટે બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના સ્ટેપ્સની બરાબર નકલ કરી હતી અને તેને ડાન્સ કરતા જોઈને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા. સમગ્ર સ્ટેડિયમમાં માત્ર કોહલી-કોહલીના નારા લાગ્યા હતા.

Related posts

ઈન્ડોનેશિયાના બાલીમાં 210 કિલો વજન ગળા પર પડતાં ફિટનેસ ટ્રેનરનું મોત

Navbharat

પહેલા પિચ પછી બોલ અને હવે ટોસ, પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે કર્યો શરમજનક દાવો તો વસીમ અકરમે જ લઈ લીધી ક્લાસ!

Navbharat

હરમનપ્રીતની આગેવાની હેઠળની ભારતે જાપાનને 5-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

Navbharat