NavBharat
Gujarat

‘વિકસિત ભારત’ એ માત્ર શબ્દો નહીં પરંતુ 70 કરોડથી વધુ ગરીબોને સશક્ત અને સૌની સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર –  અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગીર સોમનાથ જિલ્લાના ચાંડુવાવ ખાતે વિકસિત ભારત યાત્રાને સંબોધિત કરી હતી. આ ઉપરાંત શાહના જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

 
અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કરી જણાવ્યું હતું કે આ ભૂમિ નો ઇતિહાસ સમગ્ર દેશમાં ગૌરવપ્રદ રહ્યો છે. આ ક્ષેત્રના લોકોએ સ્વાભિમાનની રક્ષા માટે અનેકો બલિદાન આપી સોમનાથ મંદિરના ગૌરવને સુરક્ષિત રાખ્યું છે. તેઓએ કહ્યું કે આપણી આઝાદીને 75 વર્ષ થયા આજે રશિયા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ખૂબ આગળ વધી ચૂક્યા છે. આપણે જ્યારે આઝાદીની શતાબ્દી બનાવતા હોઈએ ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં અવ્વલ નંબર હોય તે માટેની આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” છે. તેઓએ કહ્યું કે પ્રત્યક્ષ ક્ષેત્રમાં દેશને વિકસિત માત્ર સરકાર ન બનાવી શકે તે માટે કેવળ 130 કરોડ ભારતીયોનું યોગદાન જ આ સંકલ્પ સિદ્ધ કરી શકે. વિકસિત ભારત એ માત્ર શબ્દો નહીં પરંતુ 70 કરોડથી વધુ ગરીબોને સશક્ત અને સૌની સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર છે.
 
શાહ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીમાં  આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર બલિદાનીઓને યાદ કરવા તેમજ યુવા પેઢીને ઇતિહાસ સાથે જોડવાનો ઉદ્દેશ રાખ્યો હતો. બીજા ઉદેશ્યમાં 75 વર્ષમાં જે સિદ્ધિઓ દેશે પ્રાપ્ત કરી છે તે સિદ્ધિઓને માધ્યમથી જનસમુનો આત્મવિશ્વાસ વધારવો ત્રીજા ઉદેશમાં આપણા સાંસ્કૃતિક વારસાનું સ્મરણ અને ગૌરવ કરવું તેમજ ચોથા ઉદેશમાં આઝાદીના 75 વર્ષે વિકસિત ભારતનો સંકલ્પ લઈ આગામી 25 વર્ષોમાં ભારત વિશ્વમાં સૌથી વધુ વિકસિત અને સમૃદ્ધ બને તે માટેના સંકલ્પનો હતો. આ સંકલ્પની પરિપૂર્તિ માટે આદરણીય મોદીજીએ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિચાર મૂક્યો છે.
          શાહે કહ્યું હતું કે 2014 સુધી ભારતમાં બે ભાગ હતા. એક બાજુ 70 કરોડ લોકોના ઘરોમાં ગેસ, ટોયલેટ, પીવાનું પાણી, લાઈટ, આરોગ્ય કવચ તેમજ પોતાના ઘરનો અભાવ હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સંકલ્પ કર્યો કે દેશના દરેક ગરીબોના બેન્ક એકાઉન્ટ, સિલિન્ડર, ટોયલેટ, પ્રત્યેક ઘરમાં નલ સે જલ, પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો તેમજ પાંચ કિલો નિશુલ્ક અનાજ અને પોતીકું ઘર હોવું જોઈએ. દેશમાં એક પણ ગરીબ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહે તેમજ સન્માનભેર જીવન વ્યતિત કરી શકે તે માટેનો આ સંકલ્પ હતો.
      શાહે કહ્યું કે આજે જનધન એકાઉન્ટના માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ₹6,000 એક જ ક્લિકથી કિસાનોને મળી રહ્યા છે. આ ઉપરાંત અઢી વીઘા થી ઓછી જમીન હોય તેવા ખેડૂતોને દેવું લેવું જ ન પડે તેમજ બધા ખેડૂતોનું અનાજ એમએસપી પર ખરીદી તેઓ સન્માનભેર જીવી શકે તેવી વ્યવસ્થા આદરણીય મોદીજીએ ઊભી કરી છે. તેઓએ સરકારની તમામ યોજનાઓ ગામના દરેક ગરીબ સુધી પહોંચે તે પ્રમાણે કામગીરી કરવા અનુરોધ પણ કર્યો હતો તેઓએ કહ્યું કે ભારત સુરક્ષિત સમૃદ્ધ હોય,  ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા હોય, વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બને રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયામાં સૌથી અવ્વલ કક્ષાના હોય અને બીજી બાજુ દેશના પ્રત્યેક ગરીબો અને વંચિતો જોડે પાયાની તમામ સુવિધાઓ સાથે આરોગ્ય વીમો અને અન્ન સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે જ આ વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકે.
       શાહે ઉમેર્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વિકસિત ભારતના સંકલ્પને જન આંદોલન બનાવવાની યાત્રા છે અને આ સંકલ્પની પૂર્તિમાં ભારતના પ્રત્યેક નાગરિકોનું યોગદાન અત્યંત મહત્વનું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યાત્રાના માધ્યમ આ સંકલ્પને જન આંદોલન બનાવવાનું કામ આદર્યું છે. તેમાં ગુજરાતની વિશેષ જવાબદારી બને છે રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત અને કેન્દ્રની ભાજપા સરકારની યોજનાઓને સુપેરે લાગુ કરી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી એ આપેલા પાંચ લાખના આરોગ્ય વીમા કવચને વધારીને ગુજરાત સરકારે દસ લાખ સુધી કર્યું છે. તેઓએ કહ્યું કે દેશના કોઈ પણ ખૂણે કોઈપણ ગરીબ ઘર, વીજળી, પાણી અન્ન, આરોગ્ય સુવિધા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તેની આ મથામણ છે.
       શાહે ૨૦૪૭ માં વિકસિત ભારતના આદરણીય પ્રધાનમંત્રીજીના સંકલ્પને દોહરાવતા કહ્યું હતું કે આઝાદીના લડવૈયાઓ એ આઝાદી માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું તેઓએ એવા ભારતની કલ્પના કરી હશે કે જેમાં નાગરિકને તમામ સુવિધાઓ મળે અને ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ પણ કરે. તેઓએ કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બરથી આ યાત્રાની શરૂઆત કરાવી છે. 

Related posts

પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સ્વર્ણિમ યુનિવર્સિટી મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા

Navbharat

વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગુજરાતથી ગ્લોબલ

Navbharat

રાજ્યસભા સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં દસ્ક્રોઈ તાલુકાના ભાત ગામે વિકસિત ભારત રથનું આગમન

Navbharat