NavBharat
Tech

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા તકેદારીના પગલાં જાહેર કરાયા

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા તકેદારીના પગલાં જાહેર કરાયા  હતા.

ખેડૂતોએ ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા, વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧નો સંપર્ક કરવો આવશ્યક છે.
 
 
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલ આજે ૪ ડિસેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની આગાહી છે. આ સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.
 
 
જે મુજબ કમોસમી વરસાદથી થતા પાક નુકસાન સામે બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરી અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાથી નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરોનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા તેમજ એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળી સુરક્ષિત રાખવી જોઈએ. આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.  .

ખાસ કરીને ખેતી લાયક વરસાદ ચોમાસામાં ચોક્કસ હતો પરંતુ આ કમોસમી વરસાદ પાકને પારાવાર નુકશાન કરે છે.

Related posts

ભારતમાં હાલ વેચાતા 99.2 ટકા સ્માર્ટફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષ પહેલા દેશ આયાત પર નિર્ભર હતો: સરકાર

Navbharat

ChatGPT સાથેની કોલિંગ સ્માર્ટવોચ હવે ભારતમાં પણ ઉપલબ્ધ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Navbharat

ફેસબુક પેરેન્ટ મેટા દ્વારા 11,000 થી વધુ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા

Navbharat