આજનો દિવસ ફિલ્મ રીલિઝનો દિવસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મનું ઓનલાઈન લીક થવું માત્ર સામ બહાદુરના નિર્માતાઓ માટે જ નહીં પરંતુ વિકી કૌશલના ચાહકો માટે પણ મોટી નિરાશા છે.
ફિલ્મ ઓનલાઈન લીક થવાને કારણે ફિલ્મની કમાણી પર ભારે અસર પડી શકે છે. પીરિયડ ડ્રામામાં વિકીએ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલની મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મમાં વિકી ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ મહત્વની ભૂમિકામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, વિકી કૌશલનો સામ બહાદુર રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન પાઈરેસીનો શિકાર બની છે. વિવિધ વેબસાઇટ્સ દ્વારા સામ બહાદુરની એચડી પ્રિન્ટ લીક કરવામાં આવી છે.
વિકી કૌશલની ફિલ્મ ‘સામ બહાદુર’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ ઉપરાંત નીરજ કબી, એડવર્ડ, ગોવિંદ નામદેવ અને મોહમ્મદ જીશાન અયુબ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા વિક્કીની પત્નીનો રોલ કરી રહી છે જ્યારે ફાતિમા સનાએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ સાથે સામ બહાદુરની ટક્કર થાય છે
આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને સેલેબ્સ તરફથી દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓને મોટો આંચકો લાગ્યો છે.