સામ બહાદૂરને બીજં સપ્તાહ ધીમે ધીમે ફળી રહ્યું છે. વીકેન્ડમાં સામ બહાદૂર ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કર્યો છે જો કે, એનિમલની સરખામણીમાં આ ફિલ્મની કમાણીનો ગ્રાફ ખૂબ નીચે છે પરંતુ એનિમલના એડવાન્સ બૂકિંગ અને હાઉસફૂલ શો હોવા છતાં ફિલ્મ દર્શકોની પસંદ બની રહી છે અને આ ફિલ્મને પણ લોકો જોઈ રહ્યા છે.
મીડીયા રીપોર્ટ અનુસાર 10મા દિવસે એટલે કે બીજા રવિવારે 7.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે સામ બહાદુરે રિલીઝના 10 દિવસમાં 56.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ સામ બહાદુરએ 10 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કર્યો છે.
સામ બહાદુર રિલીઝના પહેલા દિવસથી જ એનિમલ ફિલ્મનો સામનો કરી રહી છે. ફિલ્મની કમાણીની ગતિ નિઃશંકપણે ધીમી હતી પરંતુ વિકી કૌશલની ફિલ્મે તેની રિલીઝના 10 દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. હવે આ ફિલ્મ 100 કરોડના આંકડાને સ્પર્શવા તરફ આગળ વધી રહી છે, હવે જોવાનું એ રહેશે કે સામ બહાદુર 100 કરોડના આ માઈલસ્ટોન પાર કરવામાં સફળ રહે છે કે નહીં.
સામ બહાદુરએ તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં 38.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા સપ્તાહમાં સામ બહાદુરની કમાણીમાં વધારો થયો છે. ફિલ્મે બીજા શુક્રવારે 3.5 કરોડનું કલેક્શન કર્યું છે. બીજા શનિવારે સામ બહાદુરની કમાણીમાં 92.86 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેણે 6.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે બીજા રવિવારની એટલે કે સામ બહાદુરની રિલીઝના 10મા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
વિકી કૌશલની સામ બહાદુર રણબીર કપૂરની એનિમલ સાથે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જ્યારે એનિમલ તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ તોડી રહી છે, ત્યારે સામ બહાદુર પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રહી છે. જો કે પહેલા વીકએન્ડ પછી સામ બહાદુરની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બીજા વીકએન્ડમાં ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો હતો અને તેણે 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.