NavBharat
Politics/National

PM મોદી પર TMC સાંસદની વિવાદિત ટિપ્પણી બાદ હોબાળો, ભાજપે વિરોધ દાખવી કરી આ માગ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભર્યા બાદ દેશમાં એક અલગ પ્રકારની જ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિરોધી પક્ષના ઘણા નેતાઓએ તેની ટીકા પણ કરી હતી. દરમિયાન, ટીએમસી સાંસદ શાંતનુ સેને પીએમને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સાંસદના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભાજપે ટીએમસી સાંસદ શાંતનું સેન પર નિશાન સાધ્યું છે અને તેમની હકાલપટ્ટીની માગ પણ કરી છે.

શું કહ્યું હતું TMC સાંસદે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી દેશમાં હતા ત્યારે ઈસરોનું મિશન નિષ્ફળ ગયું હતું. જ્યારે કંગના રનૌત નરેન્દ્ર મોદીને મળી ત્યારે તેની ફિલ્મ સુપર ફ્લોપ બની હતી. જ્યારે વિરાટ કોહલીએ નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યો હતો ત્યારે તેણે સતત 3 વર્ષ સુધી સદી ફટકારી ન હતી. તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીત્યા બાદ, ભારત ફાઇનલમાં હારી ગયું કારણ કે વડાપ્રધાને તે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. સાંસદે વધુમાં કહ્યું કે, હવે મને ડર છે કે પીએમ તેજસ ફાઈટર પ્લેનમાં સવાર થઈ ગયા છે, હવે તે જલ્દી ક્રેશ ન થઈ જાય!
શહેઝાદ પૂનાવાલાને હાંકી કાઢવાની માંગણી કરી હતી

ભાજપનો વિરોધ

આ અંગે ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ વળતો પ્રહાર કર્યો અને ટીએમસીના નેતાને તેમના નિવેદન બદલ તેમની પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ કરી હતી. પૂનાવાલાએ કહ્યું હતું કે, ‘મમતા બેનર્જી, જો તમારામાં દેશભક્તિ અને નૈતિકતાનો અંશ પણ હોય તો તમારે તાત્કાલિક અસરથી શાંતનુ સેનને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ.’ બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા ભાજપે કહ્યું કે, આ લોકો પીએમ મોદીને નફરત જ નથી કરતા પરંતુ દેશનું કલ્યાણ પણ નથી ઈચ્છતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, દરેક ભારતીય માટે તે ગૌરવની ક્ષણ હતી કે વડાપ્રધાન તેજસમાં ઉડાન ભરી રહ્યા હતા, જે સ્વદેશી ઉત્પાદન છે અને દેશના ગૌરવનું પ્રતીક છે.

Related posts

અજિત પવારનું નામ પૂણે જિલ્લા એનસીપીના વડા તરીકે.

Navbharat

2024ના ભાજપ સાથે ગઠબંધનની વાત અધૂરી: જનતા દળ સેક્યુલરના કુમારસ્વામી

Navbharat

બિહાર: નીતિશ કુમારના નિવેદન બાદ હોબાળો, કેસી ત્યાગીએ વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું- વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું માનસિક સંતુલન..!

Navbharat