પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાની હાજરીમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીને એક સન્માનિય ક્ષણ મળી હતી. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રિય ફિશરીસ કોન્ક્લેવના ઉદ્ધાટનના એક દિવસ બાદ જ કેન્દ્રિય મંત્રીએ ગાંધીનગર ખાતે યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. સ્વર્ણિમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીષભ જૈન અને વાઇસ પ્રેસિડેન્ટ આદી જૈનએ માનનીય મંત્રીનું અભિવાદન કર્યું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીએ ભારતની પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપને પોષિત કરીને પ્રોત્સાહન માટે સમર્પિત કરે છે.
આ મુલાકાતના ભાગરૂપે માનનીય મંત્રીએ સ્ટાર્ટઅપની સાથે ચર્ચા કરી અને યુનિવર્સિટી તરફથી માન્યતા સાથે બે સ્ટાર્ટઅપ્સને પુરસ્કૃત પણ કર્યા. માનનીય મંત્રીએ સ્ટાર્ટઅપના વિકાસ અને વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માટે પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પહેલની પ્રસંશા પણ કરી. મંત્રી રૂપાલા અહીં કેસરની ખેતીને પ્રોત્સાહન આપતા સ્ટાર્ટઅપથી પ્રભાવિત થયા હતા, સામાન્ય રીતે ઠંડા વાતાવરણમાં જ ઊગે છે અને સામાન્ય રીતે ભારતમાં તે કશ્મીરમાં જ થાય છે, તેની ખેતી અહીં કરવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ–એરોપોનિક્સ સેફરોન ફાર્મિંગની સ્થાપના ડિસેમ્બર 2021માં સાહિલ નિનામા અને મયંક ડાભી દ્વારા કરવામાં આવી હતી.
તેને આ વર્ષની શરૂઆતમાં જ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી ખાતે વિકસાવવામાં આવ્યું હતું. માનનીય મંત્રીએ યુનિવર્સિટી ખાતે, કૃષિ, વેસ્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિક મોબિલીટી અને શહેરી પાર્કિંગ ઉકેલ સહિતના અન્ય એવા 9 સ્ટાર્ટઅપ્સની સાથે ચર્ચા કરી હતી. માનનીય મંત્રીની સાથે સ્વર્ણિમ સ્ટાર્ટ અને ઇનોવેશન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીષભ જૈનએ પણ બંને સ્ટાર્ટઅપ –ઓપીએસ એન્ટરપ્રાઈઝ અને વેટ કોલ દરેકને રૂ. 5 લાખનું ઇનામ આપ્યું હતું. યુનિવર્સિટી ખાતે તેમના સંબોધન દરમિયાન મંત્રી રૂપાલાએ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કેસરની ખેતીના પ્રોજેક્ટને વખાણ્યો હતો અને તેમની પ્રસંશા કરી તથા વ્યક્તિગત રીતે અભ્યાસ પણ કર્યો અને સમજ્યું કે, આ પ્રયોગશાળામાં કઈ રીતે ખેતી થઈ રહી છે. મેં વ્યક્તિગતરીતે કાશ્મીરની મુલાકાત લીધી હતી અને અને મને કેસરની ખેતીની પ્રક્રિયા અને તેમાં લાગતી મજૂરી વિશે ખ્યાલ છે. તેમ છતાં, મેં ક્યારેય એવું ન હતું વિચાર્યું કે તેની ખેતી ગુજરાતમાં થઈ શકશે.
પરંતું સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમણે કેસરને અહિંયા ઉગાડવામાં સફળતા મેળવી છે તે જોઈને હું ગર્વ અને ભાગ્યશાળી અનુભવું છું. હું હૃદયથી શિક્ષક રહ્યો છું અને આ ચમત્કાર જોવું એ મારા માટે એક અનેરો આનંદ છે. તેમણે જણાવ્યું હતું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓને નવીન શોધ માટે પ્રોત્સાહિત કરવા અને પ્રમોટ કરવાના વિઝનને વખાણતાં જણાવે છે કે સમય એવો છે કે આપણું ચંદ્રાયન સફળતાપૂર્વક ચંદ્ર પર પહોંચી ગયું. આ જ સમય છે અને આ જ ખરેખર સાચો સમય છે. બંન્ને ગુજરાત અને ભારતને યુવાધન અને તેના કૌશલ્યની તથા એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતાની ભેટ પ્રાપ્ત છે, જે આવી નવીનત્તાઓને શક્ય બનાવવા માટે એક દિવ્ય માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે.
હું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન યુનિવર્સિટીની પણ પ્રશંસા કરું છું કે જેણે વિવિધ વિષયોઓને એક જ યુનિવર્સિટીની છત હેઠળ લાવવાના અનન્ય પ્રયોગને વેગ આપ્યો અને હું આવા અન્યય પ્રયત્નો બદલ તેના સંચાલકોને પણ અભિવાદન પાઠવું છું. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમના પ્રવચન દરમ્યાન, માનનીય મંત્રીએ આપણી ભારતીય સંસ્કૃતિ, સંયુક્ત પરિવારના અભિગમ પર પણ ભાર મુક્યો હતો અને કેટલાક ઉદાહરણો દ્વારા ફેકલ્ટીઓને પણ પ્રેરણા આપી હતી. તેમણે નવી પહેલો માટે કેટલીક મહત્ત્વના સૂચનો પણ આપ્યા હતા જે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વાત કરતી વખતે ઉપયોગમાં લઈ શકાય તેમ હતાં.