NavBharat
Tech

હેકિંગ મામલે કેન્દ્રના IT મંત્રાલયે Apple કંપનીને મોકલી નોટિસ! CERT-Inની પણ તપાસ શરૂ

વિપક્ષના કેટલાક નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એપલ કંપની દ્વારા તેમને એક ચેતવણી મોકલવામાં આવી હતી, જેમાં તેમના iPhones હેક થઈ ગયા હોવાનું કહેવાયું હતું. આ મામલે હવે દેશમાં રાજનીતિ ગરમાઈ છે. દરમિયાન, કેન્દ્ર સરકાર હવે આઈફોન હેકિંગ કેસમાં એપલ પાસેથી જવાબ માગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇટી મંત્રાલયે એપલને એક પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેવી રીતે આ નિષ્કર્ષ પર પહોંચી શકો છો કે આઇફોન હેકિંગ રાજ્ય પ્રાયોજિત છે. આ હેકિંગને લઈને સરકારે આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી પુરાવા પણ માંગ્યા છે.

સરકારે એપલને નોટિસ મોકલી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે iPhone નિર્માતા એપલને નોટિસ મોકલી છે. આ નોટિસની સાથે મંત્રાલયે કંપની પાસેથી આઈફોન હુમલાને લઈને પુરાવા પણ માંગ્યા છે. આઈટી મંત્રાલયે નોટિસમાં એપલને આ મામલે તરત જવાબ આપવા પણ કહ્યું છે.

તપાસ શરૂ થઈ

માહિતી મુજબ, હવે CERT-In (ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ પણ આ મામલે તેની તપાસ શરૂ કરી છે. IT સચિવ એસ. કૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે, તેમને આશા છે કે કંપની આ મામલે CERT-Inની તપાસમાં સહયોગ કરશે.

જાણો શું છે iPhone હેકિંગનો મામલો?

આરોપ છે કે, વિરોધ પક્ષોના કેટલાક નેતાઓને Apple દ્વારા ચેતવણી મોકલવામાં આવી હતી કે તેમના iPhones હેક થઈ ગયા છે. આ એલર્ટમાં કંપનીએ આઇફોન યુઝર્સને જાણ કરી હતી કે તેમના ડિવાઇસને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, Appleના આ એલર્ટમાં આ હેકિંગ એટેક સ્ટેટ સ્પોન્સર્ડ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. એપલે તેના કેટલાક આઈફોન યુઝર્સને તેમનો ડેટા ચોરાઈ જવા અંગે આવી ચેતવણી મોકલી હતી. જો કે, આ મામલે Appleનો જવાબ મંગળવારે જ સામે આવ્યો હતો. એપલે કહ્યું હતું કે, કંપની દ્વારા મોકલવામાં આવેલ આવી ચેતવણી સિસ્ટમમાં કોઈ પ્રકારની ખામીને કારણે હોઈ શકે છે. તેની સાથે એ પણ સામે આવ્યું છે કે એપલ દ્વારા લગભગ 150 દેશોમાં આ પ્રકારનું એલર્ટ મોકલવામાં આવ્યું હતું.

Related posts

iPhone 15 તમારા મિત્રોને 60 મીટર સુધી શોધી શકે છે

Navbharat

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મેસેન્જરમાં ખાસ પ્રકારના મહત્વના બદલાવ કરી રહી છે મેટા

Navbharat

સૌથી સસ્તું 5G સ્માર્ટફોન – POCO M6 5G INR 9,499* ની અકલ્પનીય કિંમતે લૉન્ચ થાય છે

Navbharat