NavBharat
Politics/National

U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો

વિશ્વના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ – અમદાવાદમાં ડેલીગેટ્સે હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા

મેયર શ્રી કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં

વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ આમંત્રિતોનું પરંપરાગત નૃત્યો અને વાદ્યોના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા તથા હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન ડેલીગેટ્સે 22 જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, લંબેશ્વરની પોળ, દોશીવાડાની પોળ, ઝવેરીવાડ, અષ્ટાપદજી દેરાસર, હરકુંવર શેઠની હવેલી, ફર્નાન્ડીસ પુલ, માણેક ચોક, રાણીનો હજીરો, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. અંગ્રેજી ભાષાના જાણકાર ગાઈડ્સ દ્વારા મહેમાનોને ત્રણ ટુકડીઓમાં
સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.

Related posts

મધ્યપ્રદેશ: ચૂંટણી માહોલ વચ્ચે સિંધિયાનો ભાવુક વીડિયો, વૃદ્ધ મહિલાને ગળે લગાવી લીધા આશીર્વાદ

Navbharat

મણિપુર સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે બધાએ પ્રયાસ કરવો પડશેઃ અધીર ચૌધરી

Navbharat

છત્તીસગઢમાં અમિત શાહે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ‘મોદીની ગેરંટી’, કહ્યું- પાંચ વર્ષમાં અમે રાજ્યની તસવીર બદલીશું…!

Navbharat