NavBharat
Entertainment

એન્ડટીવી લાવી રહી છે અટલ ~અટલ બિહારી વાજપેયીના બાળપણની અકથિત વાર્તા લાવી રહી છે

ભારતીય ઈતિહાસના વૃત્તાંતમાં ઘણા બધા વડા પ્રધાન પરિવર્તનકારી આગેવાન તરીકે
ઊભી આવ્યા અને ઉત્મત ધ્યેય તથા સંકલ્પ સાથે મહત્ત્વપૂર્ણ અવસરો થકી રાષ્ટ્રમાં
યોગદાન આપ્યું. તેમની મુદતમાં ઘણા બધા એવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા જેનાથી
દેશનું ભાગ્ય આકાર પામ્યું અને વૈશ્વિક પ્રભાવનો પ્રસાર થયો. વ્યૂહાત્મક ધ્યેય અને નક્કર
કૃતિઓ થકી આ આગેવાનોએ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવીને એવો વારસો છોડી ગયા
છે, જે અભૂતપૂર્વ સફળતા અને પ્રગતિના યુગની વ્યાખ્યા કરે છે. આવા જ એક મુખ્ય
આગેવાન હતા, સ્વ. અટલ બિહારી વાજપેયી.
અટલ બિહારી વાજપેયી પ્રભાવશાળી રાજ્યકર્તા હતા અને ભારતીયોમાં તેમનું બહુ માન છે.
એન્ડટીવી તેના નવા શો એટલ થકી તેમન બાળપણનાં અકથિત પાસાંઓમાં ડોકિયું
કરાવવા માટે સુસજ્જ છે. યુફોરિયા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ શો ભારતના ભાગ્યને
આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા આગેવાનનાં રચનાત્મક વર્ષોમાં ડોકિયું
કરાવે છે. ભારતમાં બ્રિટિશરાજની પાર્શ્વભૂમાં આ શો અટલ બિહારી વાજપેયીના બાળપણની
બારીકાઈમાં લઈ જશે. તે ઘટનાઓ, માન્યતાઓ અને પડકારો જેણે તેમને આગેવાન તરીકે
ઘડવામાં ભૂમિકા ભજવી તેની પર પ્રકાશ પાડશે.
 
વાર્તારેખા તેમની માતા સાથે તેમના સંબંધો પર પણ પ્રકાશ પાડશે, જેઓ તેમની માન્યતા,
મૂલ્યો અને વિચારધારાથી ઊંડાણથી પ્રભાવિત હતાં. એક બાજુ ભારત બ્રિટિશ રાજમાં
ગુલામીનો સામનો કરતો હતો ત્યારે બીજી બાજુ સંપત્તિ, જાતિ અને ભેદભાવના આંતરિક
સંઘર્ષ ચાલતો હતો. એક ભારતનું અટલનાં માતાનુ સપનું તેઓ મનમાં લઈને આગળ
વધતા હતા. આ વાર્તા નમ્ર શરૂઆત કરીને ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ આગેવાનમાંથી એક
બનનારા અટલ બિહારી વાજપેયીની પ્રેરણાત્મક વાર્તા પર પ્રકાશ પાડે છે.

Related posts

રણબીરની એનિમલ ફિલ્મે બ્રહ્માસ્ત્ર કરતા પણ નિકળી આગળ, વિશ્વ ભરમાં 520 કરોડ કરતા વધુ કમાણી 

Navbharat

એનડીપીએસ કેસમાં રિયા ચક્રવર્તીના જામીનને સરકાર દ્વારા પડકારવામાં આવ્યા નથી

Navbharat

દીપ્તિ નવલ અને કલ્કી કોચલીન અભિનીત ‘ગોલ્ડફિશ’ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Navbharat