NavBharat
Sport

Triumph Speed 400ની પ્રથમ બેચની અમદાવાદ ડિલીવરી કરાઇ

સૌપ્રથમ Triumph Speed 400ની ડિલીવરી રિયા ઓટોટેક પ્રાઇવેટ લિમિટેડ ટ્રાયમ્ફ, અમદાવાદ ખાતે
કરવામાં આવી
25થી વધુ અસલ Triumph એસેસરીઝ Speed 400ને કસ્ટમાઇઝ કરવા માટે ઉપલબ્ધ છે

જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તેવી Triumph Speed 400ની
ડિલીવરી 7 ઓગસ્ટ 2023ના રોજ રિયા ઓટોટેક પ્રાઇવેટ લિમિટેડ ડીલરશિપ ખાતે ડિલીવર કરવામાં આવ્યા હતા. 27 જૂન
ના રોજ લંડન ખાતે અનાવરણ કરાયેલ Triumph Speed 400 અને Scrambler 400 Xએ ગ્રાહકો પાસેથી અભૂતપૂર્વ
પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે. ગયા અઠવાડિયે પુણે, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં સફળ પ્રક્ષેપણ પછી, ટ્રાયમ્ફ સ્પીડ
400ને અમદાવાદમાં આ ઈવેન્ટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જે શહેરમાં વાહનોની પ્રથમ બેચની ડિલિવરીનું ચિહ્નિત કરે છે.
જે ગ્રાહકો Speed 400 ઓનલાઇન બુક કરાવનારા પ્રથમ હતા તેમને તેમની બાઇક રોમાંચકતા અને જવણી સાથે છલકાતા
વાતાવરણમાં આપવામાં આવી હતી. ડીલરશિપમાં જે રીતે સ્ટોરીઝ અને અનુભવો શેર કરવામાં આવ્યો હતો તે અનુસાર ઉત્સાહ
છવાયેલો હતો, જેમાં Triumph મોટરસાયકલ્સને વ્યાખ્યાયિત કરતી ચડીયાતી કારીગરી અને અદ્યતન ટેકનોલોજી પર ભાર
મુકવામાં આવ્યો હતો. ચળકાટ મારતી બાઇક્સ અસલ હરોળમાં ગોઠવવામાં આવી હતી જેણે સ્ટાઇલ અને શક્તિની સમજ પૂરી
પાડી હતી. ડીલરશિપના કર્મચારીઓએ પણ ગ્રાહકને અને પ્રથમ ઉપભોક્તાને મદદ કરી હતી અને અંતરાયમુક્ત અને સંતોષજનક
ડિલીવરી અનુભવની ખાતરી કરવા માટે પ્રત્યેક પ્રશ્નના જવાબો પણ આપ્યા હતા.
આ પ્રસંગે ટિપ્પણી કરતા પ્રોબાઇકીંગના પ્રેસિડન્ટ સુમીત નારંગએ જણાવ્યું હતુ કે: “આ ઇવેન્ટ ભારતીય મોટરસાઇકલ ઉદ્યોગ
માટે સીમાચિહ્નરૂપ તારીખ છે. આજે, અમે અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકોને અમારી અસાધારણ મોટરસાઇકલો પહોંચાડવાના
આનંદની ઉજવણી કરીએ છીએ. ઉત્કૃષ્ટ સવારીના અનુભવો આપવા અને મજબૂત બાઇકીં સંસ્કૃતિ ધરાવનારા શહેર તરીકે
જાણીતા અમદાવાદ જુસ્સાદાર સવારના મજબૂત સમુદાયને પ્રોત્સાહન આપવા તરફનું આ પ્રથમ પગલું છે. Speed 400ના
ઉમેરા સાથે, અમે અમારા ડીલર પાર્ટનર સાથે બ્રાન્ડ Triumphને ઉત્સાહી સવારો માટે એક સસ્તું વિકલ્પ બનાવવાની સફર શરૂ
કરી છે.
એક પ્રારંભિક ગ્રાહક સાવન ચંદ્રાના સ્પીડ 400 ની ડિલિવરી લીધી હોવાથી પોતાનો અનુભવ જણાવ્યો હતો કેઃ “મારા માટે
મારા તદ્દન નવા Triumphની ચાવીઓ લેવાનું એક સંપૂર્ણ સ્વપ્ન સાકાર થયું છે. હું આની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો
અને યુકેના લોન્ચ પછીના માત્ર પ્રથમ દેખાવે જ મને તરત જ બુક કરાવા પ્રેર્યો હતો. આ બાઇક શક્તિ અને સુઘડતાનું સંપૂર્ણ
મિશ્રણ છે અને હું તેની સવારી માટે બહાર લઈ જવા માટે રાહ જોઈ શકતો નથી.”
અન્ય એક ઉત્સાહી ગ્રાહક કે જેમણે બાઇકનું ઓનલાઈન બુકિંગ કર્યું હતું તેવા જીતેન્દ્ર શ્રોફ એ કહ્યુ હતુ કે: “હું Triumphનો
ચાહક છું, અને ખુશી છે કે મેં મારી બાઇકનું શરૂ થયુ કે તે જ ક્ષણે બુક કરી લીધી. આપેલા વચન મુજબ, આ સુંદર બાઇક મને

સોંપવામાં આવી છે અને હવે હું મારા જીવનની સવારીની રાહ જોઈ રહ્યો છું! અહીં Triumphના ઉત્સાહીઓ વચ્ચે આવવું
અદભૂત છે. હું પહેલેથી જ Triumph જાતિને વધતો જોઈ શકું છું!”
Triumphના નવા માલિકો તેમની બાઇકને મૂળ Triumph એસેસરીઝ સાથે કસ્ટમાઇઝ પણ કરી શકે છે. ડીલરશીપ પર
Speed 400 માટે 25થી વધુ અસલી એસેસરીઝ ઉપલબ્ધ છે. સ્ટાઇલ અને આરામથી માંડીને લગેજ અને સુરક્ષા સુધી,
બાઇકને રાઇડર્સની જરૂરિયાતોની વ્યાપક શ્રેણીને અનુરૂપ એક્સેસરાઇઝ કરી શકાય છે. નવા ગ્રાહકોને બે વર્ષની અમર્યાદિત
માઈલેજ વોરંટી અને બીજા ત્રણ વર્ષ માટે વિસ્તૃત વોરંટી સાથે 16,000 કિમી પર સર્વિસ અંતરાલ મળશે.
બજાજ ઓટો લિમિટેડ દ્વારા તેના નવા ચકન પ્લાન્ટમાં ઉત્પાદિત, Speed 400 અમદાવાદ Triumph ડીલરશીપમાં
રૂ.2.33 લાખની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ થશે. Speed 400 માટે બુકિંગ ચાલુ રહેશે, અને રસ ધરાવતા ગ્રાહકો તેમની
બાઇક ઓનલાઈન www.triumphmotorcyclesindia.com/booking પર આરક્ષિત કરીને પ્રાથમિકતા યાદીમાં સ્થાન
મેળવી શકે છે – અથવા વધુ સહાયતા માટે નજીકની Triumph ડીલરશીપની મુલાકાત લો.

Related posts

કોન્ટ્રાક્ટ આગળ વધારવાના મૂડમાં નથી રાહુલ દ્રવિડ! ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની રેસમાં આ દિગ્ગજ ખેલાડીનું નામ સૌથી આગળ!

Navbharat

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ યથાવત, BCCIએ કોન્ટ્રાક્ટ વધારતા ‘ધ વૉલ’ એ કહી આ વાત!

Navbharat

IndvsAus: પહેલી ટી20 મેચ જીત્યા બાદ યુવા ‘ફિનિશર’ રિંકુ સિંહે MS ધોનીને કર્યો યાદ, કહી આ વાત!

Navbharat