NavBharat
Entertainment

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર તમારા રૂંવાટા ઊભા કરી દેશે! પિતા-પુત્રના પ્રેમની અનોખી વાર્તા

આખરે અભિનેતા રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંડન્નાની ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર ખૂબજ દમદાર, ભયાનક અને રૂંવાટા ઊભા કરનારું છે. ચાહકો તેને જોતા જ કહી રહ્યા છે કે ફિલ્મનું ટ્રેલર બિલકુલ એવું જ છે, જેવું ફિલ્મનું નામ નિર્માતાઓએ રાખ્યું છે.

‘એનિમલ’ની વાર્તાની વાત કરીએ તો તે પિતા અને પુત્ર પર આધારિત છે. પિતા વ્યવસાયના કારણે પુત્રથી દૂર રહે છે. પણ પુત્રનું હૃદય પિતા માટે નફરતથી નહિ પણ પ્રેમથી ભરેલું હોય છે. તે તેના પિતા માટે એક શબ્દ પણ સાંભળી શકતો નથી. તે તેના પિતાને કેટલો પ્રેમ કરે છે તે તેના પિતા ક્યારેય સમજી શક્યા નથી. ફિલ્મમાં રણબીર કપૂર ગેંગસ્ટરની ભૂમિકામાં છે. તે પણ તેના પિતાના કારણે આ દલદલમાં ઉતર્યો હોય છે.

ફિલ્મનું 100 કરોડનું બજેટ

મીડિયા અહેવાલ અનુસાર, સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’નું બજેટ 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. સંદીપ એ જ છે જેણે દક્ષિણમાં ‘અર્જુન રેડ્ડી’ અને પછી હિન્દીમાં ‘કબીર સિંહ’ બનાવીને હલચલ મચાવી હતી. હવે જોવાનું એ રહે છે કે તે ફરી એકવાર ઝનૂની પ્રેમની કહાની લઈને આવી રહ્યો છે, જે ચાહકોને કેટલી પસંદ આવે છે. તમને જણાવી દઈએ કે, ‘એનિમલ’ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

‘એનિમલ’ ને A સર્ટિફિકેટ

માહિતી મુજબ, ‘એનિમલ’ને તાજેતરમાં સેન્સર બોર્ડ દ્વારા A પ્રમાણપત્ર સાથે પાસ કરવામાં આવી હતી. આ જબરદસ્ત એક્શન અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને સેન્સર બોર્ડે તેને એડલ્ટ સર્ટિફિકેટ સાથે પાસ કર્યું. એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો જ તેને થિયેટરોમાં જોઈ શકશે.

રણબીરની કારકિર્દીની સૌથી લાંબી ફિલ્મ

‘એનિમલ’ 3 કલાક 21 મિનિટ અને 23 સેકન્ડના રનટાઇમ સાથે રણબીર કપૂરના કરિયરની સૌથી લાંબી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં તે પહેલીવાર નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે રોમાન્સ કરી રહ્યો છે જ્યારે અનિલ કપૂર પિતાની ભૂમિકામાં છે. ફરી એકવાર બોબી દેઓલ વિલન બનીને તમને પ્રભાવિત કરશે.

Related posts

‘કોબ્રા કાંડ’માં ફસાયેલા એલ્વિશ યાદવનો વધુ એક વીડિયો આવ્યો સામે, કહ્યું- મને બદનામ કરનારાઓને હું….!

Navbharat

મનોજ બાજપેયી અને ‘જોરમ’ની ટીમે અમદાવાદમાં ધમાલ મચાવી

Navbharat

ધ એક્ટરના ટ્રુથ પ્રોડક્શન્સ સાથે લાઇવ થિયેટરના જાદુનો અનુભવ કરો

Navbharat