NavBharat
Spiritual

બહુ ઉડાન સારી નથી,બહુ સાંભળવું પણ સારું નથી વધારે શ્રવણ ભ્રમિત કરી દે છે.

સત્ય મારા માટે એટલે એકવચન,પ્રેમ મારા ને તારા માટે એટલે દ્વિવચન અને કરુણા બધાં માટે એટલે બહુવચન-
આ સત્ય,પ્રેમ,કરુણાનું વ્યાકરણ છે.

લોકભારતી સણોસરાથી પ્રવાહિત રામકથામાં એક બાજુ આર્થિક અનુદાન થઈ રહ્યું છે,બીજી બાજુ અનુગ્રહનું
અનુદાન વરસી રહ્યું છે.કૃપા અને કરુણાની વર્ષાનાં આંકડા ઉપલબ્ધ ન હોય,પણ લોકભારતિની આ મોટામાં મોટી
ઉપલબ્ધિ છે.એક બાજુ ધર્મ-અધ્યાત્મ,બીજી બાજુ સમાજના જુદા જુદા ક્ષેત્રોની ગતિ-સ્થિતિનો ચિતાર પણ મળી
રહ્યો છે.સમાજની તાસીરનું નિદાન અને ઈલાજ વ્યાસપીઠ પરથી થઈ રહ્યું છે.સાહિત્યકારોને સ્પર્શતા મહત્વના
મુદ્દા છેડાતા રહ્યા છે.નરસિંહ વગેરે કવિનાં શબ્દો લોક સુધી પહોંચવા ઝીલાયા.આજનો કવિ અને એના શબ્દો કેમ
ઝીલાતાં નથી?એ પૂર્વસૂરિઓ લોક સુધી પહોંચ્યા હતા પણ અઘરું અને અટપટું લખનારા લોકસમુદાયથી કટ ઓફ
થયા છે. પાંડિત્યની અભિવ્યક્તિ વખતે ગાંધીજીએ કોશિયાને પણ સમજાય એવા સાહિત્ય તરફ ઈશારો કરેલો. કથા
આરંભે સાંગિતિક પ્રસ્તુતિમાં હરીન્દ્ર દવેની રચના-આ એ જ હશે વૃંદાવન-રજૂ થઈ અને ચિંતન સાંબડ દ્વારા
જટાયુનો એકપાત્રી અભિનય ભજવાયો.
નિતીન વડગામાએ પોતાની રચના મુકતા કહ્યું:
શબ્દો ય એવા ઉચ્ચારો જે કોશિયો ય સમજી શકે;
અર્થો બધા એવા કરો જે કોશિયો ય સમજી શકે,
ને રંગો ભલે હોય હાથમાં,ખોટી કરામત ન કરો;
ચિત્રો મજાનાં ચિતરો,જે કોશિયો ય સમજી શકે,
ના ઉકલે જળની લિપિ,એવું વરસવું વ્યર્થ છે;
એવું જ ઝીણું ઝીણું ઝરમરો,જે કોશિયો ય સમજી શકે,

માં શારદાના મંદિરે પૂજન કરી પ્રેમથી,
નૈવેદ પણ એવું ધરો,જે કોશિયો ય સમજી શકે.
ડો. ભદ્રાયુ વચ્છરાજાનીએ પોતાનો ભાવ રજૂ કરતા નવી શિક્ષણનીતિ જે આવી છે તેના વિશે સ્પષ્ટ કહ્યું કે આ
શિક્ષણ નીતિમાં ૮૦%ગાંધીજીની શિક્ષણની વાત છે પણ કોઈ કારણસર ગાંધીજીનું નામ એમાં લેવાયું નથી એટલું
જ.
કથા આરંભે બાપુએ જટાયુ વિશેની વાત કરતા જણાવ્યું કે આપણે આંખ અને પાંખ બંને છે.આંખ માર્ગદર્શન આપે
અને પાંખ ઉડાન આપે.જટાયુ અને સંપાતિ નામના બે પાત્રો સૂર્યને અડવાના અભિમાનની હરીફાઈ કરી અને
સંપાતિની પાંખો બળી ગઈ.બહુ ઉડાન સારી નથી,બહુ સાંભળવું પણ સારું નથી.કથા માત્ર શ્રવણ નથી ભક્તિ
છે.જરૂરી સાંભળવું વધારે શ્રવણ ભ્રમિત કરી દે છે.બાપુએ કહ્યું કે સત્ય મારા માટે એટલે એ એક વચન છે.પ્રેમ મારા
અને તારા માટે-એ દ્વિવચન છે અને કરુણા બધા માટે એટલે બહુવચન છે.આ સત્ય પ્રેમ અને કરુણાનું વ્યાકરણ
છે.ગાંધીવાદી નહીં ગાંધીધર્મીઓ એ ગીતા અને રામાયણના પાઠ કરવા જ જોઈએ. ભજન ઘટે છે એટલે મુશ્કેલીઓ
આવે છે.સંપાતિની પાંખો ગઈ પણ આંખોથી માર્ગદર્શન કર્યું.જટાયુ પાસે પાંખો અને આંખો બંને છે.બાપુએ કહ્યું કે હું
બીઝી નથી બે કાંઠામાં છું! અને એમ પણ જણાવ્યું કે આ સંસ્થાના ચાર પીલર-નાનાદાદા,મનુદાદા,મૂળશંકરદાદા
અને બૂચદાદા એ ધર્મ,અર્થ,કામ અને મોક્ષ જ છે.
જ્યાં ધર્મ એ નાનાદાદા છે.ધર્મ એટલે સ્વભાવ.આ સંસ્થાનાં અનેક અર્થો નીકળે એવો અર્થ એ મનુદાદા
છે.મૂળશંકર દાદા કાર્ય પ્રેરિત કામ છે અને બુચદાદા આ સંસ્થાનો મોક્ષ છે.બાપુએ કહ્યું કે ૨૫ કરોડનો આંકડો
છે.હજી પણ થોડાક ભેગા થઈ જશે અને આ કથા દરમિયાન ૧૧ કરોડનો આંકડો તો થઈ જ જશે.
કથા પ્રવાહમાં ગઈકાલે શિવવિવાહના ગાન પછી સતી રામજન્મના હેતુઓ પૂછે છે અને શિવજી રામ જન્મના
વિવિધ હેતુઓ સતીને સમજાવે છે. કાર્યકારણના સિદ્ધાંતથી પર પરમાત્મા હેતુ વગર પણ અવતરણ કરે છે.છતાં
અહીં રામજનમનાં પાંચ હેતુઓની રસાળ સંવાદી ચર્ચા થઈ અને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.

Related posts

મહાદેવને પ્રિય શ્રાવણ મહિનો – શ્રાવણ મહિનો એટલે શિવજીને પ્રસન્ન કરવાનો મહિનો ***** આ વર્ષે શ્રાવણ માસ ૨ મહિનાનો રહેશે, આવો યોગ 19 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે – ઇન્ડિયાના જાણિતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કર ***** આ વર્ષે શ્રાવણમાં કુલ ૮ સોમવાર આવશે

Navbharat

મોરક્કો ખાતે ભૂકંપગ્રસ્તો માટે દસ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

Navbharat

આજે અક્ષય નવમી પર રચાઈ રહ્યા છે આ પાંચ શુભ મહાયોગ! જાણો વ્રતનું મહત્ત્વ, પૂજા પદ્ધતિ વિશે

Navbharat