બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની કપ્તાની એઈડન માર્કરામને સોંપવામાં આવી છે. સૂર્યાની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 4-1થી જીતી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ રમાય એ પહેલા જ વરસાદે દર્શકોની મજા બગાડી હતી. ટીમ ઈન્ડિયા જબરજસ્ત ફોર્મમાં છે. ત્યારે આફ્રીકા સામે કડી ટક્કર થાય તેવી શક્યતા આ સિરીઝમાં છે દક્ષિણ આફ્રિકામાં બંને ટીમો વચ્ચે 7 T20 મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 5 ટી20 મેચ જીતી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ પ્રથમ મેચ બાદ બીજી મેચમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે.
ગકેબરહાના મેદાન પર અત્યાર સુધીમાં ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ બેમાં જીત મેળવી છે. એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર સર્વશ્રેષ્ઠ સ્કોર 179 રન છે, જે દક્ષિણ આફ્રિકાએ બનાવ્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી ત્યારે બીજી મેચમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, મેથ્યુ બ્રિટ્ઝકે, નાન્દ્રે બર્જર, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એન્ડીલે ફેલુકવાયો, તબરેઝ શમ્સી, ટ્રિસ્તાન વિલિયમ્સ, સેન્ટ લિઝાડ. .
ભારતીય ટીમમાં આ રહેશે ખેલાડીઓ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, કુલદીપ યાદવ. સિંઘ., મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.