કારતક માસમાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી તરીકે ઊજવવામાં આવે છે. તે મુજબ, આજે વિનાયક ચતુર્થી છે. આ દિવસે ભક્તો દ્વારા ઉપવાસ રાખવામાં આવે છે અને વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સુખ, સમૃદ્ધિ, આવક અને ઉંમરમાં પણ વધારો થાય છે. આવો, જાણીએ શુભ સમય, તિથિ અને પૂજાની રીત અંગે
પૂજા પદ્ધતિ
વિનાયક ચતુર્થીના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને ભગવાન ગણેશને વંદન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ત્યાર બાદ ઘર સાફ કરીને તેમ જ ગંગાજળનો છંટકાવ કરીને ઘરને શુદ્ધ કરવું જોઈએ. તમારા રોજના કામકાજ પૂરા કર્યાં પછી ગંગાજળવાળા પાણીથી સ્નાન કરવો જોઈએ. આ પછી પીળા વસ્ત્રો પહેરીને અને વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આ સમયે પંચોપચાર કરો અને ભગવાન ગણેશને ફળ, ફૂલ, ધૂપ, દીવો વગેરે અર્પણ કરો. પૂજા દરમિયાન ગણેશ ચાલીસાનો પાઠ અને મંત્રોનો જાપ કરવો જોઈએ. અંતે, આરતી કરીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. દિવસભર ઉપવાસ રાખીને સાંજે આરતી કરીને ફળ ખાઓ. બીજા દિવસે, પૂજા પૂર્ણ કરીને ઉપવાસ તોડો.
શુભ સમય
કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 16 નવેમ્બરે બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરે સવારે 11.03 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલવાના છે. 17 નવેમ્બરે સૂર્ય ભગવાન તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તેથી વૃશ્ચિક સંક્રાંતિ 17 નવેમ્બરે છે.
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)