NavBharat
Spiritual

આજે છે માસિક દુર્ગાષ્ટમી, રચાઈ રહ્યો છે આ દુર્લભ યોગ, જાણો શુભ અને અશુભ કાળ વિશે!

આજે એટલે કે સપ્તાહની શરૂઆત સોમવારે કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આજનો દિવસ જગતમાતા આદિશક્તિ મા દુર્ગાને સમર્પિત છે. આ શુભ અવસર પર દેવી દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉપરાંત, તેમના માટે ભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. જ્યોતિષના મતે આજે માસિક દુર્ગાષ્ટમી તિથિના દિવસે દુર્લભ ધ્રુવ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે.

હિંદુ કેલેન્ડર મુજબ, 21 નવેમ્બરે બપોરે 03.16 સુધી કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આ પછી નવમી તિથિ શરૂ થશે. માસિક દુર્ગાષ્ટમી તિથિએ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ યોગની રચના સાંજે 08:35 સુધી છે. ઉપરાંત, આ દિવસે ભદ્રાવાસ યોગનો પણ સંયોગ છે, જે સવારે 10.07 વાગ્યા સુધી રહેશે. માન્યતાઓ મુજબ, ધ્રુવ યોગમાં વિશ્વની માતા દુર્ગાની પૂજા કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ યોગમાં શુભ કાર્ય પણ થઈ શકે છે.

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય, શુભ-અશુભ મુહૂર્ત

સૂર્યોદય સવારે 06:47 કલાકે જ્યારે સૂર્યાસ્તનો સમય સાંજે 17:26 કલાકે છે. શુભ સમયની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 05થી 05:54 સુધી અને વિજય મુહૂર્ત બપોરે 01:53થી 02:35 સુધી રહેશે. ઉપરાંત, અશુભ સમયની વાત કરીએ તો રાહુકાલનો સમય સવારે 08 કલાકે 07 મિનિટથી 09:27 મિનિટ સુધી રહેશે. જ્યારે દુષ્ટમૂહુર્તનો સમય બપોરે 12:27 મિનિટથી 01:10 મિનિટ સુધી રહેશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

મોરારી બાપુનો કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં રામકથાનો ઐતિહાસિક કાર્યક્રમ: યુનિવર્સિટીમાં પ્રથમ હિન્દુ આધ્યાત્મિક કાર્યક્રમની જ્વલંત સિદ્ધી

Navbharat

આજથી દિવાળી સુધી દરરોજ શુભ મુહૂર્ત, આ રાજયોગોમાં ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ!

Navbharat

મોરક્કો ખાતે ભૂકંપગ્રસ્તો માટે દસ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

Navbharat