NavBharat
Sport

તમારા જીમેલના સ્પામ મેઈલથી કંટાળ્યા છો, જલદી જ ગૂગલ આપશે છૂટકારો જાણો કેવી રીતે 

ગૂગલ એક નવું જ એઆઈ ટૂલ લાવી રહ્યું છે. ચોક્કસથી સ્પામમાં કામ વિનાના મેઇલ આવેલા હશે તેનો સફાયો થઈ જશે. ગૂગલ આ માટે RETVec પર કામ કરી રહ્યું છે. જે આવતાની સાથે જ લોકોના જીમેઈલ પર આવતા સ્પામ મેઇલ્સની સંખ્યામાં ઘટાડો જોશે. 

સ્પામ મેલ માટે હવે ગૂગલ તેનું સોલ્યુશન લાવી રહ્યું છે. દરેકને સવાર પડતાની સાથે જ જ્યારે ઈમેલ ઓપન કરવાનું થાય ત્યારે ચોક્કસથી સ્પામમાં કામ વિનાના મેઇલ આવેલા હોય છે જેનાથી આપણું જીમેલ એકાઉન્ડ ભરેલું જ રહે છે. ખાસ કરીને કોર્પોરેટ કલ્ચર સાથે જોડાયેલા લોકોને ચોક્કસથી આ પ્રકારે મેઈલ આવ્યા બાદ ડીલેટ કરવા પડતા હશે પરંતુ હવે તો દરેકને આ પ્રકારે મેઈલની પરેશાન થઈ રહી છે.

 એક સામાન્ય માણસને પણ દરરોજ ઘણા સ્પામ મેઈલ આવી રહ્યા છે જેમને કોઈ વ્યવસાય કે માર્કેટિંગ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ ચિંતા કરવાની જરુર નથી હવે આ સમસ્યાને દૂર કરવા માટે ગૂગલ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. જે ટૂલનું નામ છે RETVec જે લોકો તેમના જીમેઈલ પર આવતા સ્પામ મેઇલ્સની સંખ્યામાં ઘટાડો કરશે. આ સિવાય યુટ્યુબ પર વાંધાજનક કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે નહીં અને આવી કોમેન્ટ્સને પણ ફિલ્ટર કરી શકાશે.

મીડીયા અહેવાલો અનુસાર સ્પામનો સામનો કરવા માટે એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે ગૂગલ હજુ પણ સ્પામ ફિલ્ટર કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ખોટા સ્પેલિંગ પણ લખતા હોય છે અને ઈમોજી પણ ઉપયોગ કરતા હોય છે. આનો સામનો કરવા માટે ગૂગલ હવે AIની મદદ લેશે. ગૂગલે તેના નવા ટૂલને RETVec  એટલે કે, સ્થિતિસ્થાપક અને કાર્યક્ષમ ટેક્સ્ટ વેક્ટરાઇઝર તેવું નામ આપ્યું છે. જીમેલ સિવાય આ ટૂલનો ઉપયોગ યુટ્યુબ અને ગૂગલ પ્લે પર પણ કરવામાં આવશે.

Related posts

વર્લ્ડ કપ ફાઇનલની હાર બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા પીએમ મોદી, રોહિત- કોહલીનો હાથ પકડીને કહ્યું- આવું થતું રહે..! વીડિયો આવ્યો સામે

Navbharat

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ

Navbharat

ઓસ્ટ્રેલિયા બહાર થયા બાદ અમદાવાદ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બોલી લગાવી શકે છે: રિપોર્ટ

Navbharat