NavBharat
Spiritual

ગુરુવારે કારતક માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિએ બની રહ્યો છે આ દુર્લભ યોગ, ભગવાન નારાયણની પૂજાનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં કારતક મહિનાનું અનેરું મહત્ત્વ છે અને કારતક મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો અને વ્રત ઊજવવામાં આવે છે. ધનતેરસ, દિવાળી અને છઠ્ઠ પૂજા એ મુખ્ય તહેવાર છે. આજે કારતક માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિ છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે પાંચમી તિથિએ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે.

શિવ યોગ

કારતક માસના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિ એટલે કે આજે ગુરુવારે લાભકારી અને સંપૂર્ણ ફળદાયી શિવ યોગ રચાઈ રહ્યો છે. પંચાંગ મુજબ, આ શુભ યોગનું નિર્માણ બપોરે 1.14 વાગ્યા સુધી છે. આ યોગમાં ભગવાન નારાયણની ઉપાસના કરવાથી સાધકને અનેકગણું ફળની પ્રાપ્તી થાય છે. સાથે જ, અટવાયેલા કામો પણ પૂર્ણ થઈ શકે છે.

શુભ સમય

જ્યોતિષ કેલેન્ડર મુજબ, આજે પંચમી તિથિ એ રાત્રે 09.52 વાગ્યા સુધી છે. આ પછી ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે. પંચાંગ મુજબ, બપોરે 01:27થી 02:50 સુધી રાહુ કાળ રહેશે. જ્યારે સવારે 09:19થી 10:42 સુધી ગુલિક સમયગાળો રહેશે. બપોરે બપોરે 01:55 થી 02:39 સુધી વિજય મુહૂર્ત રહેશે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

આજે કાર્તિક પૂર્ણિમા પર દેવ દિવાળી અને ગુરુનાનક જયંતી, જાણો મહત્ત્વ અને કાર્તિક નક્ષત્રનો સંયોગ

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.

Navbharat

રામનું જ્ઞાન,રામનું નામ અને રામનું કામ-ત્રણે થવું જોઈએ.

Navbharat