NavBharat
Sport

વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડી લારાએ ગિલ વખાણમાં લગાવ્યા ચાર ચાંદ

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેને શુભમન ગીલની પ્રશંસા કરી છે. લારાએ કહ્યું કે ભારતના પ્રતિભાશાળી ખેલાડી શુભમન ગિલ ટેસ્ટની એક ઈનિંગમાં 400થી વધુ રન બનાવી શકે છે. 

અત્યારે ભારતીય ટીમમાં ઉભરતા બેટ્સમેન તરીકે શુભમન ગીલે નામના મેળવી છે. ગીલ ભારતીય ટીમનો ઓપનર ખેલાડી છે. જેને ગત આઈપીએલમાં સૌથી વધુ રન કર્યા હતા. ત્યારથી તે ભારતીય દર્શકોનો ફેવરીટ પણ છે ત્યારે લારાએ પણ ગીલના વખાણ કરતા કહ્યું કે, ભારતના પ્રતિભાશાળી ખેલાડી શુભમન ગિલ ટેસ્ટની એક ઈનિંગમાં 400થી વધુ રન બનાવી શકે છે. 

લારા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ ઇનિંગ્સમાં પોતાના એકલાના નામે 400 રન બનાવ્યા છે. તેણે 2004માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. લારાએ કહ્યું કે ગીલ તેની શાનદાર ઇનિંગ્સને પાછળ છોડી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટને ગિલને તે સમયનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે કહ્યું, ગીલ આ નવી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.

ગીલે વનડેમાં છ સદી ફટકારી છે અને આ ફોર્મેટમાં તેની સરેરાશ 61.37 છે. જોકે, તે તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. લારાનું માનવું છે કે ગીલ આવનારા વર્ષોમાં ભારત માટે ઘણી ICC ટૂર્નામેન્ટ જીતશે.

ક્રીકેટના તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય અને વનડેમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી ગીલની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત સારી રહી નથી. તેના નામે 18 મેચમાં 32ની એવરેજથી 966 રન છે, જેમાં માત્ર એક સદી તેના નામે છે. જોકે તે હજુ 24 વર્ષનો છે અને ભવિષ્યમાં મોટી ઇનિંગ્સ રમી શકે છે. ત્યારે લારાએ કહ્યું, તે મારો રેકોર્ડ તોડી શકે છે.

Related posts

ભારતની ટીમને આફ્રિકાનો પ્રવાસ કેટલો ફળશે, 10 ડીસેમ્બરથી શરુ થશે ક્રિકેટ મેચ

Navbharat

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘણું અદ્ભુત..!

Navbharat

એમ.એસ.ધોનીનો આજે 42મો જન્મદિવસ

Navbharat