બોલિવૂડ બાદશાહ અને કિંગ ખાનના નામથી જાણીતો શાહરૂખ ખાન આજે એટલે કે 2જી નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આથી વિશ્વભરમાંથી તેના કરોડો ફેન્સ અને સેલેબ્સ સુપરસ્ટારને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પણ તેના પિતાને જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
સુહાના ખાને સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
સુહાના ખાને તેના પિતાને તેમના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. સુહાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેટલીક દુર્લભ થ્રોબેક તસવીરો શેર કરી છે, જેમાં પ્રથમ ફોટો IPL મેચ દરમિયાન લેવામાં આવ્યો હતો તે છે. આ ફોટોમાં, નાની સુહાના કોલકાતા નાઈટ રાઈડર્સની યુનિફોર્મમાં દેખાય છે અને શાહરૂખ ખાનને ગાલ પર કિસ કરતા નજરે પડે છે. સુહાના ખાને આ તસવીરના કેપ્શનમાં લખ્યું, “હેપ્પી બર્થ ડે.” જ્યારે બીજી પોસ્ટમાં, સુહાનાએ તેના પિતા શાહરૂખ ખાન અને મોટાભાઈ આર્યન ખાન સાથેની કેટલીક જૂની તસવીરોનો મોનોક્રોમ કોલાજ અપલોડ કર્યો છે. આ તસવીરોમાં શાહરૂખ પોતાના નાના બાળકો સાથે પોઝ આપતા દેખાય છે. આ સુંદર ફોટાના કેપ્શનમાં સુહાનાએ લખ્યું, “લવ યૂ ધ મોસ્ટ.”
શાહરૂખ ખાને ફેન્સનો આભાર માન્યો
શાહરૂખ ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. તેના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ચાહકો તેના ઘરની બહાર પહોંચ્યા હતા. દરમિયાન શાહરૂખ ખાને પણ અડધી રાત્રે પોતાના ઘરની બાલ્કનીમાં આવીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન કિંગ ખાન હાથ જોડીને ચાહકોનો આભાર માનતો જોવા મળ્યો હતો.