ICC ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સફર લીગ તબક્કામાં જ સમાપ્ત થઈ ગઈ. પાકિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકી નહોતી. પાકિસ્તાનની ટીમને તેના ખરાબ પ્રદર્શનને કારણે તેમના દેશમાં સતત અને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ શાન મસૂદને ટેસ્ટ અને શાહીન આફ્રિદીને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, તાજેતરમાં પીસીબીએ માહિતી આપી હતી કે પાકિસ્તાન ટીમના બોલિંગ કોચની જવાબદારી હવે બે ભૂતપૂર્વ ખેલાડીઓને આપવામાં આવી છે. સઈદ આઝમ સ્પિનરોને કોચિંગ આપશે અને ઉમર ગુલ ફાસ્ટ બોલરો પર ફોકસ કરશે.
વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન માટે ઉમર ગુલ અને સઈદ અજમલ બંનેએ શાનદાર ક્રિકેટ રમી હતી. પીસીબીએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બંને ખેલાડીઓને આ મહત્ત્વની જવાબદારી સોંપી છે. પેસ બોલિંગની જવાબદારી ઉમર ગુલ પર રહેશે. પીસીબીએ તાજેતરમાં એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, સાલ 2009 ટી20 વર્લ્ડ કપ અને 2012 એશિયા કપ વિજેતા ટીમના સભ્યો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઉમર ગુલ અને સઈદ અજમલને અનુક્રમે ઝડપી બોલિંગ અને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
🚨 Umar Gul and Saeed Ajmal have been appointed as the Fast Bowling and Spin Bowling Coaches, respectively, for the Pakistan Men’s Team
Read more ➡️ https://t.co/0rPdPWlvGm pic.twitter.com/FB4sak7sFW
— Pakistan Cricket (@TheRealPCB) November 21, 2023
સઈદ અજમલ પર હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, સઈદ અજમલ પર તેની શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે ઘણી વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે હંમેશા પોતાના એક્શનને લઈને વિવાદોમાં રહ્યો હતો. વર્ષ 2014માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાન માટે કુલ 35 ટેસ્ટ, 113 વનડે અને 64 ટી20 મેચ રમી છે.
ઉમર ગુલની ક્રિકેટ કરિયર
ઉમર ગુલની વાત કરીએ તો તેણે સાલ 2003માં પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને 2016 સુધી, ગુલે 47 ટેસ્ટ મેચમાં 163 વિકેટ, 130 વનડેમાં 179 વિકેટ અને 60 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 85 વિકેટ ઝડપી હતી.